ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનું અપહરણ બાદ હત્યા કરી દેતા ચકચાર મચી, સવા કરોડ રૂપિયા ખંડણી, 11 તારીખ સુધીનું આપ્યું હતું અલ્ટીમેટમ


ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી
- અપહરણનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવ્યો


કચ્છ, શનિવાર

ગાંધીધામનાં લાકડાનાં વેપારીનાં પુત્રનું ચાર દિવસ પહેલા અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા સવા કરોડ રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા. ત્યારે વેપારીને અપહરણકર્તાઓ દ્વારા 11 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉદ્યોગપતિ દ્વારા અપહરણકર્તાઓને ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હતી. ત્યારે અપહરણ થયાનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.      

  કોલેજીયન યુવાન યસ સંજીવ કુમાર તોમર (વર્ષ.19) ની અપહરણ બાદ સવા કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યાર પછી હત્યા કરી દેવામાં આવી છે. સાત નવેમ્બરના પોતાના ઘરેથી સ્કૂટી લઈને કોલેજ ગયા બાદ આ યુવાન લાપતા હતો અને ત્યારબાદ એક કરોડ 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જેના પગલે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનું અપહરણકર્તાઓ દ્વારા અપહરણ કરી તેની કરપીણ હત્યા કર્યા બાદ લાશને દાટી દીધી હતી. ગાંધીધામ ડીસી-5 પાછળનાં ઝાડી વિસ્તારમાં મૃતક યશ તોમરની દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મામલતદાર ની હાજરીમાં જમીનમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. હાલ પોલીસ આ યુવાનના હત્યારાઓની શોધ કરી રહી છે. આ બાબતે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ છે. ક્યાં કારણથી આ સમગ્ર બનાવ બન્યો તેની તપાસ હાલ ચાલુ છે.

Patan live news GJ 24


Post a Comment

Previous Post Next Post