બાળકોને પુરીને શિક્ષકો ઘરે જતા રહ્યાનો મામલો: શિક્ષણ વિભાગ લાલઘૂમ, સખ્ત નોટિસ ફટકારીને ખુલાસો આપવા જણાવ્યું


 બાળકોને પુરીને શિક્ષકો ઘરે જતા રહ્યાનો મામલો: શિક્ષણ વિભાગ લાલઘૂમ, સખ્ત નોટિસ ફટકારીને ખુલાસો આપવા જણાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શનિવારના રોજ ધોરણ એકમાં અભ્યાસ કરતા બાળકો વર્ગખંડમાં બેઠા હતા અને શિક્ષકો આ વર્ગખંડને તાળું મારી અને ઘરે જતા રહ્યા હતા આવી મોટી ભૂલ થઈ હોવા મામલે બાળકો ક્લાસરૂમમાં રોકકળ કરી રહ્યા હતા અને આક્રાંત સર્જાઈ જવા પામ્યો હતો આ ઘટનાને લઇ બાળકોના માતા-પિતા અને વાલી શાળા ખાતે દોડી આવી અને ત્યારબાદ આ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રોકકળ કરી રહ્યા હતા અને આક્રાંત સર્જાઈ જવા પામ્યો

ત્યારે શાળા ના શિક્ષકો અને આચાર્યની બેદરકારી સામે આવી છે ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક પણે આ ઘટનાનો ખુલાસો કરી આપવા માટે શિક્ષકો અને આચાર્યો ને જણાવવી આપવામાં આવ્યું છે.ત્યારે આ બાળકો છે જે ધોરણ એકમાં અભ્યાસ કરી રહ્યા હતા વર્ગખંડમાં બેઠા હતા પરંતુ આ મામલે કોઈ જાણ શિક્ષકોને ન રહી હતી અને બહારથી શાળાને તાળું મારી અને જતા રહ્યા હતા કુલ શાળામાં નવ જેટલા શિક્ષકો હાજર હતા અને આ પ્રકારની ઘટના બની છે ત્યારે આ જ મામલે ગંભીર બેદરકારી મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક આ ઘટનાનો ખુલાસો કરી આપવા મુદ્દે જણાવવામાં આવ્યું છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઇ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post