મોરબી પગાર માટે દલિત યુવકને માર મારનારી લેડી ડોન 'રાણીબા'ના BJPની મહિલા નેતા સાથે છે ગાઢ સંબંધ? તસવીરો સામે આવતા ચર્ચા તેજ

 મોરબી પગાર માટે દલિત યુવકને માર મારનારી લેડી ડોન 'રાણીબા'ના BJPની મહિલા નેતા સાથે છે ગાઢ સંબંધ? તસવીરો સામે આવતા ચર્ચા તેજ


મોરબીમાં પગારને લઈ દલિત યુવક નિલેશને માર મારવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં વિભૂતી પટેલને ભાજપ મહિલા મોરચા પ્રમુખ સાથે ગાઢ સબંધ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વિભૂતિ પટેલ પર માર મારવાનો આરોપ છે.


મોરબીમાં પગારને લઈ દલિત યુવકને માર મારવાનો મામલો

રાણીબા ને ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ સાથે ગાઢ સબંધ

અનેક કાર્યક્રમમાં વિભૂતિ અને દીપિકા એક મંચ પર સાથે રહ્યા છે


મોરબીમાં પગારને લઈને દલિત યુવક નિલેશને માર મારવા મામલે રાણીબાનું મોરબી ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ અનેક કાર્યક્રમમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક મેચ પર સાથે રહ્યાનાં ફોટા પણ વાયરલ થયા હતા. વિભૂતિ પટેલ પર નિલેશને માર મારવોનો આરોપ છે.


રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ



મોરબીમાંથી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અનુસુચિત જાતિના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા. અત્રે જણાવીએ કે, બે દિવસ અગાઉ પગાર લેવા ગયેલા યુવાનને 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત અન્ય કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.


વિભૂતિ પટેલ `રાણીબા'

સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને પોલીસનો સહેજ પણ દર નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.


જીગ્નેશ મેવાણીનું નિવેદન

મોરબી રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર પડ્યાની ઘટના પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. એટ્રોસીટીમાં સજા ન થવાને લીધે આવી ઘટનાઓ બને છે. તેમણે આ ઘટનાને નીમ્ન સ્તરની ગણાવી છે તેમજ ઓછા સમયમાં આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.


જાતિવાદી તત્વોમાં મેસેજ..': જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભારતભરમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટનામાં સજાનો દર 100માંથી 36 ટકા છે, એટલે કે, અત્યાચારની 100 ઘટના બને ત્યારે માત્ર 36 ઘટનામાં સજા થાય છે. વધુમાં કહ્યું કે, જ્યારે ગુજરાતમાં આવા કિસ્સાઓમાં સજાનો દર માત્ર 5 ટકા જ છે. જેના કારણે જાતિવાદી તત્વોમાં એવો મેસેજ ગયો છે કે, દલિતોના આત્મસન્માનમાં ચેડા કરો તેમજ બાઈક પર જય ભીમ લખાવો ત્યારે મારો તેમજ મૂછ રાખો ત્યારે હુમલો કરો કે પંદર દિવસનો વેતન માગવા પર માર મારવો.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post