સાંતલપુર બ્રેકીંગ

 સાંતલપુર બ્રેકીંગ 


ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બી એ ડી પી) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે પાટણ સ્થિત એવાલ ગામ મુકામે ગુજરાત વિધાનસભાના


 અધ્યક્ષ માન. શ્રી શંકરભાઈ ચૌધરીજીના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેંન્ટર (કેમ્પ સાઈટ)નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.


ડુંગરો અને રણ વિસ્તારની ભૌગોલિક સુંદરતાની વચ્ચે કુદરતના ખોળે આવેલુ એવાલ ગામ હવે ડેઝર્ટ સફારી  ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ થકી ભાવિ પેઢીને કુદરત સાથેની અનુભૂતિ કરાવવા મદદગાર થશે.


આ ઈકો ટુરીઝમ સેંન્ટરથી સ્થાનિક લોકોને રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે; તેમના સહકાર થકી વન સંવર્ધનની પ્રવૃતિને બમણો વેગ મળશે.


આ પ્રસંગે સુશ્રી હેતલબેન ઠાકોર - પ્રમુખ જિલ્લા પંચાયત પાટણ, શ્રી લવિંગજી ઠાકોર - ધારાસભ્ય રાધનપુર, જિલ્લા કલેક્ટર - અરવિંદ વિજયન, અધિક કલેકટર  - પ્રદીપસિંહ રાઠોડ, બિંદુબેન પટેલ - નાયબ વન સંરક્ષક પાટણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

Previous Post Next Post