Banaskantha / ધોરણ-9ના વિદ્યાર્થી પર સાથે ભણતા એક વિદ્યાર્થી સહિત 2 શખ્સોએ એક વર્ષ સુધી સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું


 Banaskantha / ધોરણ-9ના વિદ્યાર્થી પર સાથે ભણતા એક વિદ્યાર્થી સહિત 2 શખ્સોએ એક વર્ષ સુધી સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું


Banaskantha News બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ-9ના એક વિદ્યાર્થી પર સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

ડીસામાં ધોરણ-9 અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેની સાથે અભ્યાસ કરતો અને GS બનેલો એક વિદ્યાર્થી અને અન્ય એક યુવકે મળીને પહેલા સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને, બ્લેકમેલ કરીને આ બંને એ સગીર પર એક વર્ષ સુધીમાં અનેક વાર સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ આ બંને આરોપીઓએ હવે આ સગીર પાસે પૈસાની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે કૃત્ય આચરનાર એક સગીર અને રાહુલ મોદી નામના યુવક ગુન્હાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post