વડોદરામાં નબીરાને બચાવવા ભાજપ કોર્પોરેટરે પોલીસસ્ટેશને જઈ વગનો કર્યો દુરુપયોગ, નશામાં ધૂત યુવકે કારથી પાંચ લોકોને લીધા હતા અડફેટે


વડોદરામાં નબીરાને બચાવવા ભાજપ કોર્પોરેટરે પોલીસસ્ટેશને જઈ વગનો કર્યો દુરુપયોગ, નશામાં ધૂત યુવકે કારથી પાંચ લોકોને લીધા હતા અડફેટે


આરોપી કારચાલકને છોડાવવા ભાજપ કોર્પોરેટર બંદિશ શાહ પહોંચ્યા પોલીસ સ્ટેશન, રાજકીય દબાણવશ મૌલિક પ્રજાપતિ સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબના આક્ષેપ


વડોદરામાં નશામાં ધૂત કારચાલકે 5 વાહનને લીધા અડફેટે 

મૌલિક પ્રજાપતિ નામના શખ્સે નશો કરી કર્યો અકસ્માત 

મૌલિક પ્રજાપતિને છોડાવવા ભાજપ કોર્પોરેટર બંદિશ શાહ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન 

રાજકીય દબાણવશ મૌલિક પ્રજાપતિ સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબના આક્ષેપ

જે.પી.રોડ પોલીસે મૌલિક પ્રજાપતિને પકડી કાર જપ્ત કરી


વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં નશામાં ધૂત એક યુવકે પોતાની કાર બેફામ હંકારી 5 લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં લોકોએ આ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. જોકે આ નબીરાને બચાવવા ભાજપના કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી વગનો દુરુપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસે આરોપીને પકડી કાર જમા લીધી હોવાનું સામે આવ્યું છે.


વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બેફામ કાર હંકારી અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ વડોદરાના વાસણા રોડ પર મૌલિક પ્રજાપતિ નામના યુવકે નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી પોતાની કારથી 4 જેટલા વાહનોને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં સ્થાનિકોએ મૌલિકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ આરોપી મૌલિક પ્રજાપતિને છોડાવવા રાજકીય નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


વાસણા રોડ પર અકસ્માતની ઘટના બાદ ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ સહિતના ભાજપ આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદમાં નશામાં ધૂત કારચાલક સામે રાજકીય દબાણવશ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા થઈ રહી છે. જોકે જે પી રોડ પોલીસે આરોપી મૌલિક પ્રજાપતિને પકડી કાર જમા લીધી અને આગળની કાર્યવાહી કરી છે.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post