ભ્રષ્ટાચાર, સરકારમાં હજી લાખો પદ ખાલી: મુખ્ય સચિવનો સ્વિકાર

ભ્રષ્ટાચાર, સરકારમાં હજી લાખો પદ ખાલી: મુખ્ય સચિવનો સ્વિકાર

સરકારની અગાઉની ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયાનો સ્વિકારજુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાએ ખાલીનવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલીસરકારના જ મુખ્ય વહીવટી અધિકારીએ સરકારની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યોગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે સુશાસન સપ્તાહ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જાહેરમાં સ્વિકાર કર્યો હતો કે, સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયો છે. તેઓએ સ્વિકાર કર્યો કે, વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ થઇ છે પરંતુ સરકાર હવે આ છીંડા બંધ કરવા માટે તથા ફુલપ્રુફ સિસ્ટમ વિકસાવવા માટેના પ્રયાસો કરી રહી છે. નવી ભરતીઓમાં કોઇ પણ પ્રકારે છટકબારી ન રહે તેવી બાંહેધરી પણ મુખ્ય સચિવે આપી હતી.

logotoplinkstoplinksહોમસ્પોર્ટ્સદેશ-દુનિયાઆપણું ગુજરાતબિઝનેસમારું શહેર ▾ફોટો ગેલેરીશોર્ટ્સવીડિયો

home/અમદાવાદસરકારી ભરતીઓમાં થયો ભરપુર ભ્રષ્ટાચાર, સરકારમાં હજી લાખો પદ ખાલી: મુખ્ય સચિવનો સ્વિકાર05:33 PM Dec 25, 2023 IST

સરકારી ભરતીઓમાં થયો ભરપુર ભ્રષ્ટાચાર સરકારમાં હજી લાખો પદ ખાલી મુખ્ય સચિવનો સ્વિકાર

CM ની હાજરીમાં મુખ્ય સચિવે સરકારની પોલ ખોલી

સરકારની અગાઉની ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયાનો સ્વિકારજુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાએ ખાલીનવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલીસરકારના જ મુખ્ય વહીવટી અધિકારીએ સરકારની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યોગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે સુશાસન સપ્તાહ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જાહેરમાં સ્વિકાર કર્યો હતો કે, સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયો છે. તેઓએ સ્વિકાર કર્યો કે, વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ થઇ છે પરંતુ સરકાર હવે આ છીંડા બંધ કરવા માટે તથા ફુલપ્રુફ સિસ્ટમ વિકસાવવા માટેના પ્રયાસો કરી રહી છે. નવી ભરતીઓમાં કોઇ પણ પ્રકારે છટકબારી ન રહે તેવી બાંહેધરી પણ મુખ્ય સચિવે આપી હતી.

સરકારના વિવિધ વિભાગોમાં 40 થી 60 જગ્યાઓ ખાલી હોવાનો સ્વિકાર

ગુજરાતના મુખ્ય સચિવ સુશાસન સપ્તાહ અંતર્ગત આયોજીત એક કાર્યક્રમનું સંબોધન કરી રહ્યા હતા. જ્યાં મુખ્ય સચિવે સરકારમાં હાલ 50થી 60 ટકા જગ્યાઓ ખાલી હોવાનો સ્વિકાર કર્યો હતો. તેમણે સ્વિકાર્યું કે, હાલ સરકારના વિવિધ વિભાગોમાં 40 થી 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સિંગ દ્વારા ચાલતા આ વિભાગોમાં આઉટસોર્સના કર્મચારીઓ ભ્રષ્ટાચાર પણ કરે છે. કેટલાક અધિકારીઓ પોતાના મળતીયાઓને સાચવવા માટે પ્રયાસો પણ કરતા હોવાનું મુખ્ય સચિવે સ્વિકાર્યું હતું.

મુખ્ય સચિવે કહ્યું હવે ભ્રષ્ટાચાર ન થાય તેવો પ્રયાસ કરીશું

મુખ્ય સચિવે સ્વિકાર કર્યો કે, જુના નિયમને પણ ધ્યાને લઇએ તો ગુજરાતમાં કુલ 2 લાખથી પણ વધારે પદ ખાલી છે. જો નવી વસ્તીનો અંદાજો લગાવીને ખાલી જગ્યાઓનો અંદાજ લગાવીએ તો સરેરાશ 4 લાખ કરતા પણ વધારે પદ ખાલી હોવાનો સ્વિકાર મુખ્ય સચિવે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ખુદ મુખ્ય સચિવે જાહેરમાં સરકારની પોલ ખોલી નાખી છે ત્યારે સરકાર હવે આ મામલે કેટલી ત્વરાથી ભરતી પ્રક્રિયા હાથ ધરે છે તે જોવું રહ્યું. સરકાર ભરતી મામલે ચલક ચલાણું ચલાવ્યા કરે છે અને લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરીની રાહમાં તૈયારીના નામે પોતાની જવાની અને અન્ય કારકિર્દી માટે મહત્વના વર્ષો ગુમાવી રહ્યા છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post