ખેડાના કણજરી ગામે ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર યુવકને ઠપકો આપ્યા પછી મામલો બગડ્યો, બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો

 

ખેડાના કણજરી ગામે ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર યુવકને ઠપકો આપ્યા પછી મામલો બગડ્યો, બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો

હાલ આ ઘટનામાં કોઈપણ વ્યક્તિ ઘાયલ હાલતમાં મળી આવ્યું નથી:SP

બંને કોમના આગેવાનોને બોલાવી સત્ય હકીકત પૂછવામાં આવી રહી છે:SP

પથ્થર મારાની ઘટનામાં કાચની બોટલ પણ મોટી સંખ્યામાં મળી આવી છે:SP

કયા પક્ષે કાચની બોટલો ફેંકી છે તે ડીટેલમાં જઈને તે તમામ બાબતોની તપાસ કરવામાં આવશે:SP

હાલ ગામના સીસીટીવી તપાસવાની કામગીરી ચાલી રહી છે અને ગામના તટસ્થ લોકોની પૂછપરછ કરવામાં આવશે:SP

હાલ કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી, તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે:SP

હાલ કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી, તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે:SP

રાજ્યના ખેડા જિલ્લાના કણજરી ગામે બે જૂથો વચ્ચે પથ્થર મારો થયો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ગામમાં ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ તંત્રે સીસીટીવીની તપાસ શરૂ કરી છે.

બન્ને જ્ઞાતિ વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ અને લોકો સામ સામે આવી ગયા

મળતા અહેવાલ પ્રમાણે એક યુવાનને ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના મામલે તેને ઠપકો આપવામાં આવ્યો હતો, તો બીજી તરફ મામલો વધુના બીચકાય તે મામલે વાતચીત થયા બાદ શાંતિ સ્થપાઈ હતી. જો કે ત્યાર બાદ વાહન ચાલક અન્ય સાથીદારો સાથે ઘટના સ્થળ પર ઝગડો કરવા પહોંચ્યો હતો, ત્યાર બાદ બન્ને જ્ઞાતિ વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ અને લોકો સામ સામે આવી ગયા હતા, તેનું સ્વરૂપ પથ્થરમારા રૂપે સર્જાયું હતું.

ગામમાં SP, Dysp, PI, PSI સહિત ખેડા જીલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો

ઘટના બાદ ગામમાં SP, Dysp, PI, PSI સહિત ખેડા જીલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.હાલ ગામમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે અને સંપૂર્ણ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. SPના જણાવ્યા અનુસાર પથ્થર મારાની ઘટનામાં કાચની બોટલો પણ મળી આવી છે, કયા પક્ષે પથ્થરમારામાં આ બોટલોનો વપરાશ કર્યો છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. હાલ આ મામલે કોઈની અટકાયત કરવામાં આવી નથી, આ સમગ્ર મામલો ઝીંણવટપૂર્વક તપાસ થયા પછી અને પુરાવાઓ સામે આવ્યા બાદ જ ફરિયાદ દાખલ કરીને શાંતિ ડહોળનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post