સાંતલપુરના વરણોસરી પાસે નીતિનિયમો નેવે મૂકીને ગેરકાયદે લાખો ટન ખનીજ ચોરીની રાવ
ખાણ ખનિજ વિભાગની મંજૂરી કરતાં વધારે ખોદકામ કરતાં ભારતમાલા રોડની કંપની દ્વારા થતું ખોદકામ અટકાવવા સ્થાનિક લોકોની માંગ ઊઠી
કરીને માટી લેવાઈ રહી છે . આ બાબતે ગામના પ્રભુભાઈ ઠાકોરે જણાવ્યું કે કંપની દ્વારા અગાઉ સર્વે નંબર 66 માં ખોદકામ કરાયું હતું . આજે સર્વે નંબર 8 માં ખોદકામ ચાલી રહ્યું છે . થોડા દિવસ પહેલા કંપની દ્વારા કરવામાં આવેલા ખાડામાં ભેંસ પડી જતાં મોત નિપજ્યું હતું . કંપની દ્વારા કરાતી ખનીજ ચોરી બાબતે સ્થાનિક મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી .
સાંતલપુર તાલુકામાંથી પસાર થઈ રહેલ ભારતમાલા રોડ પ્રોજેક્ટની કામગીરીને લઈને વખતોવખત વિવાદ સર્જાય છે . આ પ્રોજેક્ટ તળે કામગીરી કરતી કંપની દ્વારા વરણોસરી ગામની સીમમાં નીતિ નિયમો નેવે મૂકીને ગેરકાયદે ખનીજ ચોરી કરાતી હોવાની રાવ ઉઠવા પામી છે . ગામની સીમમાં 30 થી 40 ફૂટ મોટા ખાડા કરાતાં ગ્રામજનોના ઢોર ઢાંખર તેમજ માનવ જીવન માટે જોખમ ઉભુ થવાં પામ્યું છે .
રહી છે તે જગ્યા પર કોન્ટ્રાક્ટર દ્વારા 30 થી 40 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરી માટી લેવાય છે . આ બાબતે તંત્ર દ્વારા એક લાખ ટનની માટીની મંજૂરી આપી હોવા છતાં નિયમોને નેવે મૂકીને કંપની દ્વારા જમીનમાં 30 થી 40 ફૂટ જેટલું ખોદકામ
નિયમોને નેવે મૂકી ગેરકાયદે કરાતું ખોદકામ તાત્કાલિક અટકાવી કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરાય તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે તેમ ગ્રામ પંચાયત સદસ્ય નરસિંગભાઈ ઠાકોરે જણાવ્યું હતું .
વરણોસરી પાસે સીડીએસ કંપની દ્વારા સર્વે નંબર 8 અને 66 માં ખોદકામ કરી લાખો ટન માટી લેવાઈ રહી છે . કંપની દ્વારા જે માટી લેવાઈ