મારી અરજીનો નિકાલ નથી કરતા' સાયલા પોલીસ સ્ટેશન બહાર ડીઝલ છાંટીને યુવાને કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ
પ્રકાશ પરમાર નામનો યુવાન ડીઝલ ભરેલ કેરબા સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો
યુવાને પોતાના શરીર પર ડીઝલ છાંટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં શર્ટ કાઢી અને બેસી ગયો હતો
યુવાને કરેલી પોલીસ મથકે અરજીનો નિકાલ નહીં કરતા પગલું ભર્યું હોવાનું યુવાને જણાવ્યું હતું
રાજ્યના સાયલામાં એક શખ્સે પોલીસ સ્ટેશનની બહાર ડીઝલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઇ હતી.પ્રકાશ પરમાર નામનો વ્યક્તિ ડીઝલ ભરેલા કેરબા સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો..એક શખ્સે પોતાના શરીર પર ડીઝલ છાંટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં શર્ટ કાઢીને બેસી ગયો હતો.
પોલીસ મથકે કરેલી અરજીનો નિકાલ નહીં કરતા શખ્સે પગલું ભર્યું હોવાનું જણાવ્યું
પોલીસ મથકે કરેલી અરજીનો નિકાલ નહીં કરતા આખરે કંટાળીને આ શખ્સે પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.આત્મવિલોપનનો પ્રયાસ કરતાં લીમડી ડિવિઝનની ધજાળા, લીંબડી, ચોટીલા,પાણસીણા સહિતનો કાફલો ઘટનાસ્થળે બોલાવી લીધો હતો.સાયલા પોલીસ મથકે આત્માદાહના પ્રયાસ બદલ શખ્સ સામે ચેપ્ટર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Patan live news GJ 24
Govabhai p ahir