*રાધનપુર આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં કોલેજ નાં વિદ્યાર્થીઓ એ હાજરી આપી*





  *રાધનપુર આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં કોલેજ નાં વિદ્યાર્થીઓ એ હાજરી આપી*

*શ્રીત્રિકમજી ચતવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર ખાતે NTCP પ્રોગ્રામ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન: આરોગ્ય વિભાગ દ્વારા કોલેજીયન વિદ્યાર્થીઓને વ્યશન મુક્તિ વિશે માહિતી અપાઈ*

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ  શ્રી ત્રિકમજી ચતવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ  રાધનપુર ખાતે NTCP પ્રોગ્રામ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને  આરોગ્ય વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અંગેની વિસ્તૃત માહીતી આપવામા આવી હતી. 

તાલુકા હેલ્થ કચેરી રાધનપુર અર્બન હેલ્થ કેન્દ્ર રાધનપુર તરફથી અમર જ્યોત કોલેજ ખાતે NTCP પ્રોગ્રામ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજનાં કાર્યક્રમ દરમિયાન ધીરજભાઈ દરજી , તાલુકા સુપર વાઈઝર એચ આઇ પઠાણ, mphs ગોતરકા  , fhw,સહિત અર્બન હેલ્થ કેન્દ્ર નો સ્ટાફ અને આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ હાજર રહ્યા હતા.અને આજના કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

વક્તૃત્વ સ્પર્ધામાં વ્યશન મુક્તિ અંગે થતાં નુકશાન અને વ્યશન મુક્ત થવાના ફાયદાઓ વિશે વિસ્તૃત સંપૂર્ણ જાણકારી ધીરુભાઈ દરજી અને પઠાણ ભાઈ દ્વારા આપવામાં આવી હતી.તેમજ વકતૃત્વ સ્પર્ધામાં કોલેજ નાં આચાર્ય સીએમ ઠક્કર, ડો.ઓઝા અને કોલેજ નાં તમામ પ્રોફેસર અને કોલેજ નાં વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post