*સાંતલપુર જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભિતી: વારંવાર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો બન્યા પરેશાન*







  પાટણ... રાધનપુર

*સાંતલપુર જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભિતી: વારંવાર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો બન્યા પરેશાન*

*ક્યાં સુધી કેનાલો ઓવરફ્લો થસે..!! અને ક્યાં સુધી કેનાલો તૂટવાનો શિલશિલો યથાવત રહેશે: ખેડૂતો*

પાટણ જિલ્લામાં રાધનપુર નર્મદા નિગમની બેદરકારી વારંવાર સામે આવી રહી છે.ત્યારે ફરી વધુ એકવાર સાંતલપુર જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે અને વારંવાર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂત વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે.નર્મદા નિગમ ની કેનાલ અવર નવાર ઓવરફ્લો થવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સાંતલપુર નાં જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયાં હતાં.અને પાણી ભરાયાં બાદ ખેતરો માં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાની રાવ ઉઠી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર થી મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પાટણ નાં સાંતલપુર રાધનપુર વિસ્તાર ની નર્મદા વિભાગ ની વધુ એક બેદરકારી સામે આવી છે.પાટણ નાં રાધનપુરમાં નર્મદા વિભાગની બેદરકારી નાં કારણે સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ અવર નવાર ઓવરફ્લો થઈ રહી છે.ત્યારે સાંતલપુરના જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં  ખેતરો માં પાણી ભરાયુ હતું. ખેતરો માં ઉભા પાક જેવા કે,,જીરું,ઘઉં,એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ને પડયા પર પાટું જેવી સ્થિત સર્જાઈ છે.

સાંતલપુરના ગામડાઓ માં પસાર થતી કેનાલ વારંવાર ઓવરફ્લો થવાની ઘટના અને કેનાલ તૂટવા ની ઘટના ને પગલે ખેડૂત વર્ગ ભારે પરેશાન બન્યો છે. તો બીજી તરફ વસંતભાઈ નામના ખેડૂત પાસે વળતર ની માંગ કરાતા રિશ્વત માંગી હોવાનો પણ ખેડુતોએ ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે તંત્ર ની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. એકતરફ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે ત્યારે ખેડૂતો ની કફોડી હાલત બની છે.સાંતલપુર તાલુકાના 1/7c વિભાગમાં કેનાલો ના ખરાબ કામને કારણે ખેડૂતોની હાલત હાલતો દયનીય બની છે.અને જવાબદાર અઘિકારીઓ કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા નર્મદા વિભાગ નાં અધિકારીઓ સામે ખેડૂતો લાલઘૂમ જોવા મળી રહ્યા છે.

સાંતલપુરના જાખોત્રા પસાર થતી કેનાલ તૂટી જવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયાં છે.અને ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ જતા ખેડૂતો પર આફત આવી છે.ત્યારે ખેડૂતો એ જણાવ્યું કે આવું કેટલા દિવસ ચાલશે,છેલ્લા 2 મહિનામાં આ 10 મી વખત કેનાલ તૂટી છે. ત્યારે વસંતભાઈ ઠાકોર નામના ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. અને તંત્રના અધિકારીઓ દ્વારા વળતર કે સમારકામ ની વાત કરવામાં આવે તો રિશ્વત લીધા વગર વળતર નથી આપતા એવો આક્ષેપ પણ ખેડૂત દ્વારા  કરવામાં આવ્યો છે અને કોઈ કારણસર ખેડૂત ને કઈ થસે તો જવાબદાર અધિકારી રહેશે તેવું ખેડૂતે જણાવ્યું હતું. અને સાંતલપુર જાખોત્રા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ છે અને વારંવાર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે.

patan live news GJ  24

govabhai p ahir 


Post a Comment

Previous Post Next Post