સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરી ડ્રાઈવરોનો હુમલો


સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરી ડ્રાઈવરોનો હુમલો

સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો. આ અંગેની જાણ કન્ટ્રોલ રૂમને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે.

ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરો હલ્લાબોલ કરી રહ્યા હતાં. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી. જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી બસ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. જો કે, આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી. જેથી પીસીઆર વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. જેમાંથી બહાર નીકળેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ વાનGJ 5 GV 2270 ના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો. જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો. ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મુક્કીના માર માર્યા હતાં. હાલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post