વડોદરા / સ્પામાં નકલી પોલીસની રેડ, તપાસ કરતા નકલી પોલીસ પાસેથી નકલી RAW અધિકારીના આઈકાર્ડ મળ્યા


  વડોદરા / સ્પામાં નકલી પોલીસની રેડ, તપાસ કરતા નકલી પોલીસ પાસેથી નકલી RAW અધિકારીના આઈકાર્ડ મળ્યા

રાજ્યમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એક પછી એક નકલી પીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી આઈપીએસ, નકલી ઘી, નકલી માર્કશીટ કૌભાંડ અને હવે વડોદરામાંથી નકલી રો અધિકારી ઝડપાયા છે. વડોદરાના એક સ્પામાં નકલી રો એજન્ટના કાર્ડ લઇને રેડ પાડવા ગયા હતા. જોકે,અસલી પોલીસે ત્રણેય આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરાના જેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્ષમાં તુર્કીશ સ્પા નામનું સ્પા સેન્ટર આવેલુ છે. જ્યાં મેનેજર તરીકે મેહુલ યોગેશભાઈ પરમાર નોકરી કરે છે. જેમાં ગઈ કાલે સાંજના સમયે ત્રણ ઈસમો સ્પામા આવ્યા હતા. મેનેજર મેહુલની પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. અને સ્પાના રજીસ્ટર, મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ, રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મેનેજર મેહુલ પરમારને સ્પાના માલિક વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પા માલિક પૃથ્વીરાજ રાણા સાથે સાથે વાત કરી હતી.ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી. જેને પગલે અકોટા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં તેઓએ દિલ્હી પોલીસના અધિકારી બનીને આવેલા ત્રણેયની પૂછપરછ કરી હતી. તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખકાર્ડ મળી આવ્યું ન હતું. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.સ્પા માલિક સાથે ફોન પર વાત કરનાર વ્યક્તિનું નામ અનિલ મનુભાઈ રાવળ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેના બે સાગરીતો શાકિર કાદરભાઈ મણિયાર તેમજ જતીન હર્ષદભાઈ માસ્તરની ઓળખ થઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલકને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. અકોટા પોલીસે સ્પા સેન્ટરના મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી શાકિર મણિયાર ઉત્તરાયણના સમયે જેપી રોડ પોલીસ મથકના પોલીસ જવાન સાથે PCR વાનમાં દારૂની મહેફિલ માણતા પકડાયો હતો. આ કેસમાં જામીન મળી ગયા હતા. પોલીસ જવાન સાથે ફરતો હોવાથી પોલીસની કામ કરવાની રીતથી વાકેફ હોય તેને નકલી પોલીસ બનીને સ્પામાં દરોડો પાડવાની વ્યૂહરચના ઘડી હતી. પોલીસે ભેજાબાજ પાસેથી રો લખેલું કાર્ડ કબ્જે કર્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post