હારીજ મામલતદારની આત્મહત્યામાં મોટો ખુલાસો, અઠવાડિયા પહેલા મૂકી હતી આ પોસ્ટ
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં મામલતદાર વેનાજી ઓ. પટેલે કોઈ અગમ્ય કારણોસર મામલતદાર કચેરીના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી છે. બનાવની જાણ થતા હાજર કર્મચારીઓ અને લોકોના ટોળા એકત્ર થયા હતા. બનાવને પગલે જિલ્લા કલેકટર સહિતના અધિકારી કર્મચારીઓ દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહનું પંચનામું કરી હારીજ સીએસસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો. આ અંગે પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે હારીજ મામલતદાર વેનાજી ઓ. પટેલે 4 ફેબ્રુઆરીના રોજ પોતાના facebook આઇડી પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના નામનું ફેક આઈડી અને ફોટા વાળું whatsapp આઈડી બનાવી તેમના ફોટા અને નંબર સેવ કરી કોઈ દ્વારા ખોટી માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી કોઈએ કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. ત્યાર બાદ આજે તેમનું મોત થતા મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.અંબાજી ખાતે 51 શક્તિ પીઠના કાર્યક્રમના આયોજન અંગે આજે સાડા ત્રણ કલાકે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હોવાથી મામલતદાર વેનાજી ઓ. પટેલે તેના આયોજન માટે સવારે પોતાની પ્રાઇવેટ ગાડીમાં મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ મોતની છલાંગ લગાવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. જોકે સાચું કારણ તો પોલીસ તપાસ જ બહાર આવશે.
Patan live news GJ 24
Govabhai p ahir