ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવમાં ડુબવાથી પિતા-પુત્રીનું કરુણ મોત


 ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં  તળાવમાં ડુબવાથી પિતા-પુત્રીનું કરુણ મોત

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામમાં  તળાવમાં ડુબવાથી પિતા-પુત્રીનું કરુણ મોત થયા છે.  ભામૈયા પશ્ચિમ ગામમાં આવેલા તળાવમાં 21 વર્ષીય પુત્રીનો પગ લપસતા તળાવના પાણીમાં ડૂબવા લાગી હતી, તેને બચવવા જતાં પિતાનું પાણી ડુબી જવાથી મોત નિપજ્યું છે. 

પિતા બળવંત રાઠોડ સાથે તેમની 21 વર્ષની પુત્રી પ્રજ્ઞા પૂજાના ફૂલની સામગ્રી તળવામાં પધરાવવા માટે ગયા હતા. ત્યારે દીકરીનો પગ લપસતાં ડૂબતી પુત્રીને બચાવવા જતાં પિતાનું  પણ ડૂબી જવાથી મોત થયું છે. પિતા પુત્રી ડૂબી જવાના કારણે મોત નિપજતા સ્વજનો અને ગામમાં શોકની લાગણી છવાઈ છે. બંનેના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ  ખાતે મોકલી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post