ખેરાલુ તંત્ર ફૂલ એક્શન મોડમાં: શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારો કરાયો હતો તે વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું


 ખેરાલુ તંત્ર ફૂલ એક્શન મોડમાં: શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારો કરાયો હતો તે વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું

શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો કરાયો હતો તે વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું

ખેરાલુ નગરપાલિકા ફૂલ એક્શન મોડમાં

નોટિસ આપી દબાણ ઉપર બુલડોઝર ચાલ્યું

જકાતનાકા પાસે, હાટડીયા વિસ્તારમાં 32 દબાણ હટાવાયા

ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ વિવાદીત સ્થળ બહેલીમ વાસથી પંચમુખી હનુમાન સુધીના જાહેર માર્ગ પરનાં 32 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ગત મહિને ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રામાં અસમાજીક તત્વોએ પથ્થરમારો કરીને શાંતિને ડહોળી હતી, તે વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, આ મામલે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી.

પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું

પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ખેરાલુ નગરપાલિકાએ આ મામલે અગાઉ નોટિસ પણ ફટકારી હતી, દબાણકર્તાઓને નોટિસ આપ્યા પછી કામગીરી કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ખેરાલુના જકાતનાકા, હાટડીયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. કોઈ સરકારી તંત્રની સાથે સાથે પોલીસનો પણ સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રામધૂન યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ વિવાદીત સ્થળ બહેલીમ વાસથી પંચમુખી હનુમાન સુધીના જાહેર માર્ગ પરનાં અંદાજીત 32 દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

પાલિકાની આ જમીન પર ગેરકાયદેસર મકાનો ઉભા કરાયા હતા

પાલિકાની આ જમીન પર ગેરકાયદેસર મકાનો ઉભા કરાયા હતા, સાથે સાથે રસ્તા પર કાચા મકાનો પણ બનાવીને દબાણ ઉભું કર્યું હતું. પાલિકા દ્વારા દબાણકર્તાઓ પાસે માલિકી હકના ખુલાસા માંગ્યા હતા અને નોટિસ પણ પાઠવી હતી. પંચમુખી મંદિરથી હાટડિયાથી લઈને શીતકેન્દ્ર સુધીનો 4 કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરાયો હતો.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post