મહેસાણા SP સામે કોર્ટની મોટી કાર્યવાહી, નોટીસ આપવા છતા હાજર ન રહેતા કેસ દાખલ કરવા હુકમ કર્યો


  મહેસાણા SP સામે કોર્ટની મોટી કાર્યવાહી, નોટીસ આપવા છતા હાજર ન રહેતા કેસ દાખલ કરવા હુકમ કર્યો

ડીસાની આઠમી એડી.સેશન્સ કોર્ટે મેહસાણા SP સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો; નોટીસ આપવા છતા હાજર ન રહેતા કેસ રજીસ્ટર કરવા આદેશ આપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ડીસાની નામદાર કોર્ટે મહેસાણા જિલ્લા પોલીસ વડા સામે કેસ દાખલ કરવા હુકમ કર્યો છે. અગાઉ પીઆઇ સામે થયેલી ફરિયાદના કેસમાં નોટિસ આપવા છતાં પણ હાજર ન રહેતા કોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે.

મેહસાણા હાલના PI બી. વી. પટેલ સામે થયેલી ફરિયાદનો મામલો છે. જેમાં હત્યાના કેસમાં કોર્ટે પીઆઇને હાજર રહેવા નોટિસ આપી હતી. જેને મહેસાણા SPએ PIને કોર્ટમાં હાજર રહેવા પરવાનગી આપી નહોતી. તે બાદ કોર્ટે SPને કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી હતી. વારંવાર નોટિસ આપવા છતાં SP હાજર ન રહેતા કોર્ટ કડક કાર્યવાહી કરી છે. ડીસાની આઠમી એડી.સેશન્સ કોર્ટે રજિસ્ટ્રારને SP સામે કેસ રજીસ્ટર કરવા કર્યો હુકમ છે.મહેસાણા પોલીસ વડા સામે IPC 186 મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ છે. આ ફરિયાદ દાખલ કરવા ગુજરાત સરકરના મુખ્ય સચિવ, પોલિસ મહાનિર્દેશક અને ગાંધીનગર રેન્જ આઈ. જી ને આ બાબતે જાણ કરવા હુકુમમાં કહેવામાં આવ્યું છે.

Patan live news GJ 24 

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post