અમદાવાદ / પૂર્વના પોલીસ સ્ટેશનમાં આ ASI પોલીસકર્મી જ અન્ય પોલીસકર્મીઓ પાસે માંગે છે લાંચ, જાણો શું છે મામલો
પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ પોસ્ટ ખુબ જ મહત્વની હોય છે, કારણ કે આ પોસ્ટ પર બેસનાર પોલીસકર્મી જ પોલીસ સ્ટેશનના કર્મીઓને ક્યારે કેવા પ્રકારની ડયુટી સોપવી તેની સત્તા ધરાવે છે. બંદોબસ્તની વહેચણીથી લઈને મોટા ભાગની જવાબદરી એકાઉન્ટ રાઈટર હેડના માથે હોય છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં GIDCની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ ‘બળના દેવ’ની પૈસા ખાવાની વૃત્તિથી પોલીસકર્મીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ એકાઉન્ટ રાઈટર હેડને પોલીસકર્મીઓ પાસેથી ડ્યુટી સોંપવા બાબે લાંચ લઈ રહ્યો છે જેની રકમ રૂ.2500થી રૂ.10,000 સુધીની છે, જેમ કે
પોલીસની ગાડીમાં પેટ્રોલિંગ કરવા માટેની ડયુટી જોઈતી હોય તો તેનો રાઈટર હેડને લાંચ આપવી પડે છે
બંદોબસ્તમાં હાજર નહી રહીને હાજરી પુરાવવી હોય અથવા તો સામાન્ય બંદોબસ્ત જોઈતો હોય તો પણ લાંચ આપવી પડે છે
પોલીસ સ્ટેશનમાં મનગમતી નોકરી જોતી હોય તો રૂ.2500થી રૂ.3000ની લાંચ આપવી પડે છે.
રાત્રીનું પેટ્રોલિંગ અને તેમાય જો રીંગ રોડ કે પછી GIDCમાં પેટ્રોલિંગ કરવું હોય તો દર મહીને રૂ.10 હજારની લાંચ આપવી પડે છે.
લાંચ ન આપે એ પોલીસકર્મીએ ભોગવવી પડે છે હેરાનગતિપૂર્વ વિસ્તારમાં GIDCની નજીક આવેલા પોલીસ સ્ટેશનનો આ એકાઉન્ટ રાઇટર હેડ રૂપિયાનો એટલો ખાઉધરો બની ગયો છે કે જ્યાં સુધી રૂપિયા આપવામાં આવે નહી ત્યાં સુધી પોલીસ સ્ટેશનના કોન્સટેબલરી સ્ટાફને નોકરીમાં હેરાનગતિ કરવામાં આવે છે, જેમ કે વારંવાર કેદી જાપ્તા આપવા VVIP બંદોબસ્તમાં વારંવાર એકના એક જ વ્યક્તિને ડયુટી સોંપ્યા કરવી. ત્રસ્ત પોલીસકર્મીઓ ACBના સંપર્કમાં હોવાની ચર્ચા આ એકાઉન્ટ રાઈટર હેડની હેરાનગતીથી ત્રસ્ત થઈને કેટલાક પોલીસકર્મીઓ તો ACBના સંપર્કમાં પણ હોવાની વાતો થઈ રહી છે. તો ACBએ પણ લાગ જોઈને કાર્યવાહી કરવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી છે. હાલ ACB આ ખાઉધરા એકાઉન્ટ રાઈટર હેડની કરમ કુંડળી બનાવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ