BHAVNAGAR / કોબડી ટોલનાકા પર ટોલ કર્મચારીઓની દાદાગીરી, એક દિવસમાં બે કારચાલકો પર કર્યો હુમલો


  BHAVNAGAR / કોબડી ટોલનાકા પર ટોલ કર્મચારીઓની દાદાગીરી, એક દિવસમાં  બે કારચાલકો પર કર્યો હુમલો 

 ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી નજીક આવેલા ટોલનાકાના પર ટોલ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. કોબડી ટોલનાકાના ત્રણ ટોલ  કર્મચારીઓએ એક જ દિવસમાં બે કાર ચાલકો ઉપર હુમલો કર્યો છે. 

જેમાં વરતેજ ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા ચંદ્રસિંહ યુવરાજસિંહ ગોહિલે કોબડી ટોલનાકાના અશોકસિંહ વજેસિંહ ગોહિલ, ભયલુભા સુરૂભા ગોહિલ અને મહિમાનસિંહ સહદેવસિંહ સરવૈયા સામે ફાસ્ટ ટેગ બાબતે માથાકૂટ કરી ઓફિસમાં લઈ જઈ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અંગેની ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક ફરિયાદમાં વડોદરામાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં ભાવેશ દિનેશભાઈ ગાયકવાડે ઉપરોક્ત ત્રણેય કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફાસ્ટ ટેગ બાબતે ઝઘડો કરી ઓફિસમાં લઈ જઈ લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી કોબડી ટોલનાકાના આ ત્રણ ટોલ  કર્મચારીઓ અશોકસિંહ વજેસિંહ ગોહિલ, ભયલુભા સુરૂભા ગોહિલ અને મહિમાનસિંહ સહદેવસિંહ સરવૈયા સામે  વરતેજ પોલીસ મથકમાં જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post