ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસ: કુલપતિએ ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની કરી રચના, SAPના ઈન્ચાર્જ કો-ઓર્ડીનેટરની બદલી


 ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસ: કુલપતિએ ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની કરી રચના, SAPના ઈન્ચાર્જ કો-ઓર્ડીનેટરની બદલી 

Gujarat University News અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ(SAP)ના ઈન્ચાર્જ કો-ઓર્ડીનેટરની બદલી કરવામાં આવી છે. જ્યારે નવા કો-ઓર્ડીનેટર તરીકે ડો. નીલમ જે. પંચાલની નિમણૂક કરવામાં આવી છે. તેમજ આસીસ્ટન્ટ તરીકેનો ચાર્જ પાર્થ પંચાલને સોંપવામાં આવ્યો છે.

એનઆરઆઈ હોસ્ટેલની ફાળવણી 3 દિવસમાં કરવાનો નિર્ણયઆ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધા તથા સિક્યોરિટી મળી રહે તે માટે G+9 બ્લોક તથા ગુજરાત યુનિવર્સિટીના એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે એનઆરઆઈ હોસ્ટેલની ફાળવણી 3 દિવસમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ એનઆરઆઈ હોસ્ટેલમાં વોર્ડન તરીકે અશોક ચાવડા અને કો-ઓર્ડીનેટર તરીકે કપિલ કુમારને ચાર્જ આપવામાં આવ્યો છે.ગુજરાત યુનિવર્સિટી દ્વાર ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર, લીગલ સેલના આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર તથા યુનિવર્સિટીના લોકપાલની નિમણૂક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં ગત મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હિતેશ મેવાડા, ભરત પટેલ નામના શખ્સોની અટકાયત કરી છે. હિતેશ મેવાડા અમદાવાદના સોલા વિસ્તારમાં અને ભરત પટેલ વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે.ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં હંગામો કરનાર ટોળાના 7 આરોપીઓની ઓળખ થઈ હતી, જેમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા અને હવે 2 આરોપીઓની અટકાયત કરી છે. આ ઘટનામાં હજી પણ વધુ આરોપીઓની ધરપકડ થવાની પુરી શક્યતા છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 

Post a Comment

Previous Post Next Post