મોડાસાના ટોલનાકા પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રકમાં લઇ જવાતો રૂ .10.50 લાખના દારૂ સાથે 2 ને ઝડપ્યા



 

પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અરવલ્લી-રાજસ્થાનની સરહદ બુટલેગરો સલામત માનતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે મોડાસા શામળાજી હાઇવે પર આવેલા ગાઝણ ટોલબુથ પાસેથી ટ્રકમાં ઘઉંના લોટની બેરીની આડમાં લઇ જવાતો 8889 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. રાજસ્થાન બોર્ડર વટાવી છેક મોડાસા સુધી દારૂ ભરેલ ટ્રક સલામત રીતે પહોંચાડવામાં બુટલેગર સફળ રહ્યાં હોય અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોડર પાસે આવેલો જિલ્લો છે. એમાં પણ રતનપુર ચેકપોસ્ટ પર ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. જ્યાંથી દારૂ પસાર ન થાય તે માટે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે છતાં દારૂ ઝડપાય છે. ત્યારે SMCની ટીમે અરવલ્લી જિલ્લામાં વોચ રાખી સ્થાનિક પોલિસને ઊંઘતી રાખી ગાજણ ટોલનાકા પાસે પ્રોહી દરોડા પાડી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલિસ પર સવાલો ઉભા થયાં છે.

SMC દ્વારા પ્રોહી દરોડા હેઠળ રનિંગ રેઇડ કરતા અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ટોલનાકા પસે અમર પંજાબી ઢાબા પાસે વોચ ગોઠવી મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક ટ્રકમાંથી ઘઉંના લોટની થેલીઓની આડમાં લવાતો દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો. IMFL બોટલ્સ 8892 સાથે રૂપિયા 10,35,600/-ની કિંમતનો દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે કુલ મુદ્દામાલ રૂ. 32,62,080/-રૂપિયાના મુદામાલ સાથે બે આરોપીને દબોચી આરોપીને પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા.

ઝડપાયેલ આરોપીઓ

(1) સ્વરૂપરામ અમેદરમ જાટ (રહે. જિલ્લો -બાડમેર રાજસ્થાન, દારૂ ભરેલ ટ્રકનો ડ્રાઈવર)

(2) રૂપરામ હસ્તરામ જાટ (રહે. રામકિશન નગર, તા- સિન્દ્રી ઈનીદ્રી, જિ.- બાલોત્રા રાજસ્થાન, સફાઈ કામદાર)

વોન્ટેડ આરોપીઓ

(1) અનીશ જાટ નિવાસ – બાલોત્રા, રાજસ્થાન (દારૂની મુખ્ય લાઇન ચાલવનાર)

(2) રતનગઢ રાજસ્થાન ખાતેથી દારૂ નો જાથો ભરવા ટ્રક લઈ જાનાર અજાન્યો ઈસમ(ડ્રાઈવર)

(3) બરોડા ખાટે દારુ માંગવનાર અજાણ્યો માણસ

(4) ગોવિંદ ખેગરભાઈ સાનિયા રહે-ભરવાડ હતી, ફતેહવાડી, સરખેજ અમદાવાદ (ટ્રકનો માલિક) સામે ગુન્હો નોંધી ગણના પાત્ર પ્રોહીબીશન હેઠળનો ગુન્હો નોંધાતા SMC ટીમ તેમજ જે.ડી.બારોટ PSIને સફળતા હાથ લાગી હતી.


admin ગોવાભાઈ આહીર પાટણ 

patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post