સાબરકાંઠા / નાયબ મામલતદારે 10 વર્ષમાં દોઢ કરોડ રૂપિયા ભેગા કરી લીધા! હિંમતનગરના નિવૃત્ત અધિકારી દેવેશ પટેલની ACBએ કરી અટકાયત

 સાબરકાંઠા / નાયબ મામલતદારે 10 વર્ષમાં દોઢ કરોડ રૂપિયા ભેગા કરી લીધા! હિંમતનગરના નિવૃત્ત અધિકારી દેવેશ પટેલની ACBએ કરી અટકાયત


sabarkantha news: સાબરકાંઠામાં અપ્રમાણસર મિલકત અંગે નિવૃત્ત નાયબ મામલતદાર દેવેશ પટેલની અટકાયત કરાઈ છે, 1.47 કરોડની અપ્રમાણસર મિલકત મળતાં કાર્યવાહી


સાબરકાંઠામાં નિવૃત્ત નાયબ મામલતદાર સામે ફરિયાદ 

1.47 કરોડની અપ્રમાણસર મિલકત મળતાં કરાઇ અટકાયત 

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો થઈ દાખલ


sabarkantha news: રાજ્યમાં દિવસેને દિવસે ભ્રષ્ટ્રાચારના કેસ વધી રહ્યા હોય તેમ અવાર નવાર લાંચ લેતા કર્મચારી અને અધિકારીઓના કિસ્સા સામે આવી રહ્યાં છે. સાબરકાંઠામાં અપ્રમાણસર મિલકત અંગે નિવૃત્ત નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, હિંમતનગરના નિવૃત્ત નાયબ મામલતદાર દેવેશ પટેલની અટકાયત કરાઈ છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.


નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ

દેવેશ પટેલ પાસે રૂપિયા 1.47 કરોડની અપ્રમાણસર મિલકત મળતાં અટકાયત કરાઇ છે. સાબરકાંઠા LCB પોલીસે નિવૃત્ત નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ કરી છે. તેમજ અરવલ્લી ACB અપ્રમાણસર મિલકતને લઇ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, 2008થી 2018 દરમિયાન દેવેશ પટેલે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી હતી. હિંમતનગરના વાઘરોટાના દેવેશ પટેલ વિરુદ્ધ ફરિયાદમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો દાખલ થઈ છે.


ભ્રષ્ટાચારીઓમાં ડરનો માહોલ 

પાપ્ત માહિતી મુજબ એસીબી હિંમતનગર ખાતે દેવેશ પટેલના ઘરે અડધી રાતે ત્રાટકી હતી. જે મોડી રાત્રી દરમિયાન કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરતા ભ્રષ્ટાચારીઓમાં ડરનો માહોલ છવાયો હતો. આ સમગ્ર કેસમાં સંડોવાયેલા અધિકારીમાં ફફાડાટ છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. તેમજ આ તપાસમાં અનેક કર્મચારીઓના નામ ખુલે તેવી પણ ચર્ચા છે.  


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post