હારીજમાં નીમ કોટેડ ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ SOGએ ઝડપી પાડ્યું, ખાતરની 652 થેલીઓ સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો


હારીજમાં નીમ કોટેડ ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ SOGએ ઝડપી પાડ્યું, ખાતરની 652 થેલીઓ સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો


પાટણના હારીજમાં સબસીડી યુક્ત નિમ કોટેડ યુરિયા ખાતર કૌભાંડ ઝડપાયું. હારીજ પોલીસે યુરિયા ખાતર સગેવગે કરતા બે શખ્સોને દબોચ્યા છે અને કૌભાંડમાં રૂપિયા 11.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર કૌભાંડમાં ગોડાઉનના માલિક સહિત કુલ 4 નામ ખુલ્યા હતા.

સમગ્ર કૌભાંડમાં ગોડાઉનના માલિક સહિત કુલ 4 નામ ખુલ્યા હતા

ઔદ્યોગિક ઉપયોગમાં આપવા માટે અન્ય થેલીઓમાં ભરી બારો બાર ઈસમો યુરિયા ખાતરનું વેચાણ કરતા હતા.પોલીસે 562 યુરિયા થેલીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગેરકાયદેસર રીતે વેચીને નાણાં ઉભા કરવાનું કાવતરું રચવામાં આવ્યું

મળતા અહેવાલ પ્રમાણે ગેરકાયદેસર રીતે વેચીને નાણાં ઉભા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. પોલીસે યુરિયા ખાતરની 562 બેગ, એક આઈસર ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, દરોડા દરમ્યાન સામે આવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી નીમકોટેડ યુરિયા ખાતરને બારોબાર વેચીને રૂપિયા કમાવવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે બે શખ્સની અટકાયત કરી છે.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post