ડાકોરમાં અંગાડી નજીક તસ્કરોએ ટ્રેનનું સિગ્નલ લોસ કરીને 3,20,000ની લૂંટ કરી ફરાર


ડાકોરમાં અંગાડી નજીક તસ્કરોએ ટ્રેનનું સિગ્નલ લોસ કરીને 3,20,000ની લૂંટ કરી ફરાર


ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ

- અજાણ્યા શખ્સોએ ટ્રેનનું સિગ્નલ લોસ કર્યું

- 5 લોકો પાસેથી 3,20,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી 


ડાકોર, બુધવાર 

  ખેડાના ડાકોર ગોધરા રુટ તરફથી જતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. મધરાતે ડાકોર ગોધરા રુટ પર અંગાડી પાસે લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા સિગ્નલ લોસ કરીને ટ્રેનને રોકી હતી અને ત્યારબાદ 5 લોકો પાસેથી 3,20,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. આ મામલે રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક રેલવેમાં લૂંટ થયાની વિગતો સામે આવી છે. જેમાં અજાણ્યા લોકોએ સિગ્નલ લોસ કરતા ટ્રેન રોકાઈ હતી. ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનને રાત્રે 1:40 કલાકે અજાણ્યા લોકોએ સિગ્નલ લોસ કરી ટ્રેન રોકીને કુલ 3 લાખ 20 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.


લૂંટારુઓ ટ્રેનમાં ચઢીને 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ નજીકના હાઇવે પર જતા રહી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કોચમાં ચઢીને આતંક મચાવતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.લૂંટની જાણ થતાં જ આણંદ રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મુસાફરો પાસેથી માહિતી મેળવીને લૂંટારુઓને શોધવા ઊંડી તપાસ શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે 20 દિવસ અગાઉ પણ ટ્રેનનું આ રીતે ઇમરજન્સી રોકાણ થયું હતું. 17 ઓક્ટોબરે ઇણરજન્સી રોકાણ થયું હતું અને આ જ પ્રકારે 35 હજારની લૂંટ પણ થઇ હતી. લૂંટારુઓએ વારંવાર આ પ્રકારે લૂંટ ચલાવીને રેલવે પોલીસને પડકાર ફેંક્યો છે.

 લોકોમાં અસમાજિક પ્રવૃત્તિની

 વધી રહેલી માનસિક્તાના કારણે ક્રાઈમ વધી રહ્યું છે, જે માનવ સમૂદાય માટે એક વિચાર વિમર્શની બાબત છે.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post