મોહમ્મદ શમી… દિલથી ઘાયલ હવે રેકોર્ડ તોડી રહ્યો છે, ટીમ ઈન્ડિયાનો હીરો વિલન કેવી રીતે બની શકે? ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 7 વિકેટ લઈને શમીએ ભારતને જીત અપાવી એટલું જ નહીં ઘણા રેકોર્ડ્સની બલિ ચઢાવી દીધી તો સાથે નવા રેકોર્ડ બનાવ્યા અને જૂના રેકોર્ડને તોડી પણ નાખ્યા. વર્લ્ડ કપમાં શમીના રેકોર્ડ બ્રેકિંગ સ્ટેમિનાને તેના હાર્ટબ્રેક સાથે જોડવામાં આવી રહ્યો છે.

 મોહમ્મદ શમી… દિલથી ઘાયલ હવે રેકોર્ડ તો

ડી રહ્યો છે, ટીમ ઈન્ડિયાનો હીરો વિલન કેવી રીતે બની શકે?

ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 7 વિકેટ લઈને શમીએ ભારતને જીત અપાવી એટલું જ નહીં ઘણા રેકોર્ડ્સની બલિ ચઢાવી દીધી તો સાથે નવા રેકોર્ડ બનાવ્યા અને જૂના રેકોર્ડને તોડી પણ નાખ્યા. વર્લ્ડ કપમાં શમીના રેકોર્ડ બ્રેકિંગ સ્ટેમિનાને તેના હાર્ટબ્રેક સાથે જોડવામાં આવી રહ્યો છે.


તુટેલા દિલ વાળા ક્યારેક જોખમી સાબિત થતા હોય છે અને આ જોખમી કોઈ નુક્શાની તરીકે નહી પરંતુ પોઝીટીવ વે થી લેવા જઈએ તો એ રીતે કે જે તેમના પોતાના માટે તેમજ એક બોહળા વર્ગ માટે પણ ફાયદારૂપ બની જાય છે. વાત અહીં આપણે કરી રહ્યા છે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની કે જે દિલથી જખમી બન્યા બાદ વિરોધીઓના મિડલ સ્ટમ્પ ઉખાડી રહ્યો છે.

મોહમ્મદ શમીને એ ઘાયલ સિંહ ગણવામાં આવે છે કે જે હાલમાં વિરોધી ટીમને ઘુંટણિયે પાડી દેવામાં પોતાનો મહત્વનો રોલ નિભાવી રહ્યો છે. આજકાલ સોશ્યલ મિડિયા પર શમીની દિલની આગ વાયરલ થઈને ફેલાવા લાગી છે. યુઝર્સ લખી રહ્યા છે કે શમી દિલથી ઘાયલ છે એટલે જ એ રેકોર્ડ તોડી રહ્યો છે.


ન્યૂઝીલેન્ડ સામેની કરો યા મરો વાળી સેમીફાઈનલમાં બેટ્સમેન બાદ બોલરો માટે પણ સ્થિતિ થોડી કપરી બની ગઈ હતી. બોલરોને ઝુડવાની શરૂઆત કર્યા બાદ મોહમ્મદ શમી બોલ સાથે ત્રાટક્યો હતો અને 7 વિકેટ ખોરવી નાખીને તેણે વિરોધી પાસેથી જીતનો કોળિયો ઝુટવી લીધો હતો. આ એ જીત છે કે જેણે ભારતને પાછલા વર્લ્ડ કપનો બદલો પણ લેવાની તક પુરી પાડી દીધી.


ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 7 વિકેટ લઈને શમીએ ભારતને જીત અપાવી એટલું જ નહીં ઘણા રેકોર્ડ્સની બલિ ચઢાવી દીધી તો સાથે નવા રેકોર્ડ બનાવ્યા અને જૂના રેકોર્ડને તોડી પણ નાખ્યા. વર્લ્ડ કપમાં શમીના રેકોર્ડ બ્રેકિંગ સ્ટેમિનાને તેના હાર્ટબ્રેક સાથે જોડવામાં આવી રહ્યો છે.


હાલમાં શમી ભારતનો સ્ટાર બોલર તો બની જ ગયો પણ સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો. એક જ ઈનિંગમાં તે 7 વિકેટ લઈને હીરો બની ગયો. શમી આજે જે મોડ પર ઉભો છે તે જગ્યા પર પોંહચવા માટે સ્થાનિક ક્રિકેટથી બહાર નિકળીને બંઘાળ સુધી લાંબો થયો હતો. આઈપીએલ દરમિયાન જેની સાથે તેને પ્રમ થયો તેની સાથે જે તેણે લગ્ન કર્યા, પૂત્રીનો પિતા પણ બન્યો બાદમાં કઈંક એવું બન્યું કે જેને લઈ તેનું દિલ તુટી ગયું.


મોહમ્મદ શમીએ પોતાની જાતને માંડ સંભાળી

હસની જહાં એ નામ છે કે જેની સાથે પ્રેમમાં પડ્યા બાદ શમી લગ્નના બંધનમાં બંધાયો અને પિતા પણ બન્યો. થોડાક જ સમયમાં મામલો બગડી ગયો અને શમી સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ થયો. મામલો કોર્ટ સુદી પોહચી ગયો અને આ બધામાં તેની દિકરીથી દુર રહેવાને લઈ તેનું દુ:ખ વધી ગયું. આ બધા વચ્ચે પણ પોતાને જે રીતે તેણે સંભાળીને રાખી તે કાબીલેદાદ હતું


ક્રિકેટ જ બન્યો શમી માટે મલમ

શમી ક્રિકેટ તરફ વળ્યો જે બાદ તેની ધાર દેખાવા લાગી હતી. એમા પણ ક્રિકેટ વર્લ્ડ કપમાં તેની એન્ટ્રી થયા બાદ તે વિરોધીઓ માટે ઘાતક બની ગયો હતો. એમ પણ શમી જ્યારે ટીમ ઈન્ડિયા સાથે નથી ત્યારે પણ તેનું ક્રિકેટ સાથે કનેક્શન સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતીય ટીમને હાલમાં વર્લ્ડ કપમાં તેના આવવાથી ફરક દેખાઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડને 7 વિકેટનો આપેલો ફટકો પુરવાર કરે છે.


પહેલા દિલ તૂટ્યું, હવે શમી તોડી રહ્યો છે રેકોર્ડ

અંગત જીવનમાં ભલે તેનું દિલ તૂટી ગયું હોય પણ તે મેદાન પર રેકોર્ડ તોડી રહ્યો છે. બેટ્સમેનોની વિકેટો ઉડી રહી છે અને વિરોધી ટીમોના દાંત ખાટી કરી નાખ્યા. વર્લ્ડ કપ 2023માં તેની બોલિંગના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. શમીને કોઈ પણ પિય માફક આવી રહી છે. તેના હાથમાંથી નિકળતો બોલ વિરોધીઓના સ્ટમ્પ ઉખાડીને ફેંકી રહ્યા છે.


શમીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી માત્ર 6 મેચમાં 23 વિકેટ લીધી છે. મતલબ કે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ તેના નામે જ છે. આ સમયગાળા દરમિયાન, તેણે 4 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે, જે વિશ્વ કપના 48 વર્ષના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. વર્લ્ડ કપની નોક આઉટ મેચમાં 7 વિકેટ લેનારો તે એકમાત્ર બોલર છે. આ કેટલાક મોટા રેકોર્ડ છે, જેને આ દિલધડક બોલરે તોડી નાખ્યા છે. પરંતુ કામ હજુ અધૂરું છે, કારણ કે ફાઈનલ આગળ છે અને તે જીતવું જ પડશે. કારણ કે આનાથી વધુ સારી તક ક્યાં હોઈ શકે?


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post