સુરતના પુણામાં આવેલું આ સ્પીડ બ્રેકર કોઇકનો જીવ લેશે! ઊંઘતા તંત્રએ સફેદ પટ્ટા ન મારતા અકસ્માતમાં સતત વધારો


સુરતના પુણામાં આવેલું આ સ્પીડ બ્રેકર કોઇકનો જીવ લેશે! ઊંઘતા તંત્રએ સફેદ પટ્ટા ન મારતા અકસ્માતમાં સતત વધારો


સુરત મહાનગરપાલિકાની એક ગંભીર બેદરકારી ક્યારેક કોઈકનો જીવ લઈ લે તો નવાઈ નહીં, સ્પીડબ્રેકરના સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે


મહાનગરપાલિકાની બેદરકારી

પુણા રેશમા સર્કલ પાસે અકસ્માત 

સ્પીડબ્રેકરના સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માત

અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે

સ્પીડબ્રેકરના કારણે રાત્રે બાઈકચાલકો પટકાયા

અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં


રાજ્યમાં તંત્રના પાપે અનેક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આ તરફ સુરતમાં પણ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માતની ઘટનાનો અવાર-નવાર બને છે. આ દરમિયાન ગઈકાલે જ એક યુવક બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો ત્યારે સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક સ્લીપ થયું હતું. આ સિવાય અગાઉ પણ અહીં અનેકવાર અકસ્માત થયા હોઇ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં મનપાના પેટનું પાણી હલતું નથી.


સુરત મહાનગરપાલિકાની એક ગંભીર બેદરકારી ક્યારેક કોઈકની જીવ લઈ લે તો નવાઈ નહીં. વાત જાણે એમ છે કે, સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા નથી. જેને કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ખબર જ નથી પડતી કે અહીં સ્પીડબ્રેકર છે કે નહીં એમ, અને તેને કારણે જ અહીં અવાર-નવાર અકસ્માત સર્જાય છે. આ તરફ ગઈકાલે જ સ્પીડબ્રેકરના કારણે રાત્રે બાઈકચાલકો પટકાયા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં થતાં હવે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વારંવાર અકસ્માત છતાં મહાનગરપાલિકા કેમ નથી કરતું કામગીરી ?

શું સુરત મહાનગરપાલિકાને નાગરીકોના જીવની નથી કોઈ ચિંતા ? 

સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા લગાવવામાં મનપાને કેમ નથી રસ ? 

અનેક રજૂઆત છતાં કેમ મહાનગરપાલિકા કામગીરી નથી કરતું ? 

શું મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ?


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post