બેફામ સુરતમાં ટો કોન્ટ્રાક્ટરની ખુલ્લેઆમ દાદાગીરી, પાર્ક કરેલી બાઈક ઉપાડી, પોલીસે પણ મીચી આંખ,

 બેફામ સુરતમાં ટો કોન્ટ્રાક્ટરની ખુલ્લેઆમ દાદાગીરી, પાર્ક કરેલી બાઈક ઉપાડી, પોલીસે પણ મીચી આંખ


સુરતમાં ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે. પાર્ક કરેલી બાઈકની ટો-કર્મચારીએ ટો કરી લીધી હતી, પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતાં


ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી 

પાર્ક કરેલી બાઈકની કરી લીધી ટો

પોલીસે કર્યા આંખ આડા કાન


રાજ્યમાં અવાર નવાર ટો કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. કારણ કે, બાઈક કે ગાડી યોગ્ય જગ્યાએ પાર્કિગ કરેલું હોવા છતા ઘણી તેઓ વખત ટોઈંગ કરી જાય છે તેવી નાગરિકો ફરિયાદ કરતા હોય છે, પરંતુ આજે એક સુરતમાંથી ટો કોન્ટ્રોક્ટરની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે.


ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી

સુરતમાં ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે. પાર્ક કરેલી બાઈકની ટો-કર્મચારીએ ટો કરી લીધી હતી. પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ટો-કર્મચારીઓને કાયદાનો ડર ન હોય તેમ બેજવાબદારી ભર્યા વર્તનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


'સબ ગોલ માલ હેં'

જે વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પાર્કિગ સ્થળ પરથી ટો કર્મચારી પાર્ક કરેલી ગાડીને ઉચકીને લઈ જઈ રહ્યો છે. જે ગાડી કોઈ રોડ વચ્ચે કે, ટ્રાફિકમાં હતી જ નહી ચોક્કસ પાર્કિગના સ્થળ પર જ પડેલી હતી. જો કે, વાહન માલિક તે ટો કર્મચારીને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક પણ શબ્દ બોલ્યા વિના ટો કર્મચારી ગાડીને ઉચકી જાય છે. જો કે, આ દર્શ્યોમાં વચ્ચે પોલીસ કર્મી પણ જોવા મળે છે અને વાહન માલિક પોલીસને જણાવે છે કે, આ પાર્કિગમાંથી ગાડી લઈ આવ્યા છે, પરંતુ પોલીસ ત્યાં આંખ આડા કાન કરી એક પણ શબ્દ બોલતી જ નથી.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post