ફોટો બનાસકાંઠા એલસીબી પોલીસે થરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો


ફોટો

બનાસકાંઠા એલસીબી પોલીસે થરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો


કુલ રૂ.4,84,750 ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત


કાણોદરમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ બનાસકાંઠા એલસીબી પોલીસે થરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળતી બાતમી આધારે નર્મદા કેનાલ હાઇવે રોડ પર નાકાબંધી દરમિયાન ઇકો ગાડીમાંથી કુલ 573 દારૂની બોટલો ઝડપી પાડી છે જેમાં એક ઇસમની અટકાયત કરી કુલ બે ઈસમો પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફ થરા પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામે પેટ્રોલીંગમાં દરમ્યાન રાણકપુર તરફથી એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી (નં.GJ27EB6352) માં વિદેશી દારૂ ભરી ધાંગધ્રા સુરેન્દ્રનગર તરફ જનાર છે જે હકિકત આધારે રૂની નર્મદા કેનાલ હાઈવે રોડ ઉપર એલસીબી પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. જેમાં આરોપી અક્રમ ઇબ્રાહીમભાઇ મીર (રહે. નાની બજાર,પનાલાલ ભેળવાળાની ગલીમાં, ધાંગધ્રા સુરેન્દ્રનગર) અને સંજુભા બલુભા વાઘેલા (રહે.ખારીયા કાંકરેજ) વએ મુદ્દામાલ ભરી આપનાર તેમજ ગાડી સાથે રહીને ડ્રાઇવિંગ કરીને ખારીયા ગામની હદ પાર કરાવનાર આરોપી અક્રમએ પોતાના કબ્જાની સફેદ કલરની મારૂતી ઇકો ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 573 બોટલો રાખી હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડી કુલ 4,84,750 રૂપિયા મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી અન્ય ઇસમ એકબીજાએ મદદગારી કરતા બંને વિરુધ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહીબીસીન એકટ મુજબની ધોરણસર કાર્યવાહી કરવામા આવી છે.

Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post