ન સ્પીડ ઉપર કાબૂ,ન જાહેરનામાનો અમલ! ખાનગી ટ્રાવેલ્સની શહેરમાં પ્રવેશબંધી છે તો કેમ તૂટે છે નિયમો

 ન સ્પીડ ઉપર કાબૂ,ન જાહેરનામાનો અમલ! ખાનગી ટ્રાવેલ્સની શહેરમાં પ્રવેશબંધી છે તો કેમ તૂટે છે નિયમો

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે રવિવારે સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર બેસેલી મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે ખાનગી વાહનો શહેરમાં બેફામ દોડી રહ્યા છે. હજુ બેદરકારીને કારણે ક્યાં સુધી જિંદગી આમ જ દમ તોડશે?

જાણકારો એવું કહે છે કે ઈતિહાસનું આકલન બહુ ક્રૂર હોય છે અને જો તેમાથી કંઈ ન શીખીએ તો આપણે ખુદ ઈતિહાસ બની જઈએ છીએ. હાલ તો આવી તત્વજ્ઞાનથી ભરપૂર વાત અમદાવાદ પોલીસને લાગુ પડે છે એમ કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી. તથ્ય પટેલે પોતાની બેફામ સ્પીડે દોડતી લકઝુરિયસ કારથી 9 જિંદગીઓને કચડી નાંખી તે દુર્ઘટના પછી નક્કર બોધપાઠ લેવાને બદલે અમદાવાદ પોલીસ જાણે કે હજુ એ દિવસની રાતના અંધારામાંથી બહાર જ નથી આવી.

હૃદયદ્રાવક અકસ્માતની અનેક ઘટનાઓ અમદાવાદમાં બને છે

અમદાવાદ પોલીસ આવી ઘટનાઓ ઉપરથી પણ કંઈ શીખ લેતી ન હોય તેવું ચિત્ર

રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે પટેલ ટ્રાવેલ્સની બસે બાઈકને ટક્કર મારી

Breaking News / Gujarat: આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત, અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

Breaking News / અમદાવાદ સુભાષબ્રિજ RTO ટ્રેક બંધ રહેતા લોકોને હાલાકી, ટ્રેક બંધ હોવાના લીધે 300 લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપી શક્યા, રવિવારે પડેલા માવઠાંના કારણે સોફ્ટવેરમાં ખામી સર્જાઈ, પરત ગયેલા અરજદારો આગામી સપ્તાહમાં ટેસ્ટ આપી શકશે

Breaking News / અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાવર શો, સ્કલ્પચર બનાવવા મનપાએ ટેન્ડર બહાર પાડ્યું, ફ્લાવર શોમાં 5.45 કરોડના ખર્ચે બનાવાશે 33 સ્કલ્પચર બહાર, દેશ/ વડોદરાના પાદરામાં હાર્ટએટેકથી તબીબનું મોત, ફિઝિયોથેરાપીસ્ટ કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે બની ઘટના, અચાનક ઢળી પડ્યા બાદ જીવ ગયો

Breaking News / ગાંધીનગરમાં ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં 27 વર્ષીય યુવાનનું મૃત્યુ, સેક્ટર 27ની ઘટના 

Breaking News / અમદાવાદના જમાલપુરના લાતી બજારના ઉમિયા પ્લાય એન્ડ ટીમ્બરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ગોડાઉનમાં રખાયેલ 3.50 કરોડનો સામાન બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ કામગીરીમાં જોડાઈ

Breaking News / Gujarat: આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત, અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

Breaking News / અમદાવાદ સુભાષબ્રિજ RTO ટ્રેક બંધ રહેતા લોકોને હાલાકી, ટ્રેક બંધ હોવાના લીધે 300 લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપી શક્યા, રવિવારે પડેલા માવઠાંના કારણે સોફ્ટવેરમાં ખામી સર્જાઈ, પરત ગયેલા અરજદારો આગામી સપ્તાહમાં ટેસ્ટ આપી શકશે

Breaking News / અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાવર શો, સ્કલ્પચર બનાવવા મનપાએ ટેન્ડર બહાર પાડ્યું, ફ્લાવર શોમાં 5.45 કરોડના ખર્ચે બનાવ

Breaking 

Breaking News / વડોદરાના પાદરામાં હાર્ટએટેકથી તબીબનું મોત, ફિઝિયોથેરાપીસ્ટ કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે બની ઘટના, અચાનક ઢળી પડ્યા બાદ જીવ ગયો

Breaking News / ગાંધીનગરમાં ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં 27 વર્ષીય યુવાનનું મૃત્યુ, સેક્ટર 27ની ઘટના

/ અમદાવાદના જમાલપુરના લાતી બજારના ઉમિયા પ્લાય એન્ડ ટીમ્બરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ગોડાઉનમાં રખાયેલ 3.50 કરોડનો સામાન બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ કામગીરીમાં જોડાઈ

મહામંથન / ન સ્પીડ ઉપર કાબૂ,ન જાહેરનામાનો અમલ! ખાનગી ટ્રાવેલ્સની શહેરમાં પ્રવેશબંધી છે તો કેમ તૂટે છે નિયમો?

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે રવિવારે સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર બેસેલી મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે ખાનગી વાહનો શહેરમાં બેફામ દોડી રહ્યા છે. હજુ બેદરકારીને કારણે ક્યાં સુધી જિંદગી આમ જ દમ તોડશે?

જાણકારો એવું કહે છે કે ઈતિહાસનું આકલન બહુ ક્રૂર હોય છે અને જો તેમાથી કંઈ ન શીખીએ તો આપણે ખુદ ઈતિહાસ બની જઈએ છીએ. હાલ તો આવી તત્વજ્ઞાનથી ભરપૂર વાત અમદાવાદ પોલીસને લાગુ પડે છે એમ કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી. તથ્ય પટેલે પોતાની બેફામ સ્પીડે દોડતી લકઝુરિયસ કારથી 9 જિંદગીઓને કચડી નાંખી તે દુર્ઘટના પછી નક્કર બોધપાઠ લેવાને બદલે અમદાવાદ પોલીસ જાણે કે હજુ એ દિવસની રાતના અંધારામાંથી બહાર જ નથી આવી. 

હૃદયદ્રાવક અકસ્માતની અનેક ઘટનાઓ અમદાવાદમાં બને છે

અમદાવાદ પોલીસ આવી ઘટનાઓ ઉપરથી પણ કંઈ શીખ લેતી ન હોય તેવું ચિત્ર

રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે પટેલ ટ્રાવેલ્સની બસે બાઈકને ટક્કર મારી

અમદાવાદના પોશ અને ટ્રાફિકથી ભરચક વિસ્તાર શિવરંજની પાસે એક યુવક-યુવતી છે જેની સગાઈ થઈ છે અને જાન્યુઆરી મહિનામાં તેઓ પ્રભુતામાં પગલા પાડવાના છે. લગ્નની ખરીદી કરીને તેઓ પાછા ફરી રહ્યા છે અને સિગ્નલ બંધ થવાની તૈયારી છે એટલે જવાબદાર નાગરિક તરીકે વર્તીને સિગ્નલ ઉપર ઉભા રહે છે. જો કે કાળની ક્રૂર મજાક કંઈક એવી છે કે જવાબદારીપૂર્વક વર્તવાની જ તેને સજા મળી. પાછળથી જાણીતી એવી પટેલ ટ્રાવેલ્સની બસ આવે છે, સિગ્નલ લાલ થાય તે પહેલા સિગ્નલ ઓળંગી જવામાં બસચાલક બેફામ સ્પીડે બસ હંકારે છે, ગતિ ઉપર કાબૂ રહેતો નથી અને શાંતિથી ઉભેલા એ યુવક-યુવતીની બાઈકને બસ જોરદાર ટક્કર મારે છે. યુવક એક તરફ ફંગોળાય છે અને બસના ટાયરની નીચે ચગદાઈને યુવતી મૃત્યુને ભેટે છે. પોલીસ બોધપાઠ લેવામાં કેટલી શૂન્યમનસ્ક છે તે અહીંથી સાબિત થાય છે. પોલીસે જ વાજતે ગાજતે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાસ કિસ્સા સિવાય ખાનગી ટ્રાવેલ્સની બસને રાત્રિના 11 થી સવારના 7 સુધી અમદાવાદ શહેરની હદમાં નથી પ્રવેશવાનું. તો પછી આવડી મોટી બસ કોઈને દેખાઈ નહીં તે કેમ માનવું. શહેરમાં ચોક્કસ સ્પીડમાં વાહન હંકારવાના પણ નીતિ-નિયમ છે પણ તેની અમલવારીનો તો ક્યારનો છેદ ઉડી ગયો છે. કાયદાની કોઈ જ અમલવારી ન થઈ તેમા એક યુવતીનો જીવ જતો રહ્યો, થોડા સમય પહેલા આ જ રીતે 9 જિંદગી કચડાઈ ગઈ હતી. 

સિગ્નલ પાર કરી જવાની લ્હાયમાં બસચાલકે બેફામ બસ દોડાવી

ગતિ ઉપર કાબૂ ન રહ્યો અને ઉભી રહેલી બાઈકને ટક્કર વાગી

યુવક એક તરફ ફંગોળાયો અને યુવતીનું માથુ બસના ટાયર નીચે આવી ગયું

હૃદયદ્રાવક અકસ્માતની અનેક ઘટનાઓ અમદાવાદમાં બને છે. અમદાવાદ પોલીસ આવી ઘટનાઓ ઉપરથી પણ કંઈ શીખ લેતી ન હોય તેવું ચિત્ર છે.  રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે પટેલ ટ્રાવેલ્સની બસે બાઈકને ટક્કર મારી હતી.  બાઈક પાછળ બેઠેલી યુવતીનું ટાયર નીચે ચગદાઈ જતા મૃત્યુ નિપજ્યું હતું.  ટ્રાફિક સિગ્નલ બંધ થવા પર હતું એટલે યુવક-યુવતીએ બાઈક ઉભુ રાખ્યું હતું.  સિગ્નલ પાર કરી જવાની લ્હાયમાં બસચાલકે બેફામ બસ દોડાવી હતી.  ગતિ ઉપર કાબૂ ન રહ્યો અને ઉભી રહેલી બાઈકને ટક્કર વાગી હતી.  યુવક એક તરફ ફંગોળાયો અને યુવતીનું માથુ બસના ટાયર નીચે આવી ગયું.

તથ્યકાંડમાં 9 જિંદગીનો ભોગ લેવાયો

બેફામ સ્પીડે આવતી કારે 9 લોકોને કચડી નાંખ્યા

આવી દુર્ઘટનાઓ છતા કોઈ બોધપાઠ લેવાતો નથી

આ ગુનાહિત બેદરકારી નથી તો શું છે?

તથ્યકાંડમાં 9 જિંદગીનો ભોગ લેવાયો છે.  બેફામ સ્પીડે આવતી કારે 9 લોકોને કચડી નાંખ્યા હતા.  આવી દુર્ઘટનાઓ છતા કોઈ બોધપાઠ લેવાતો નથી. અમદાવાદના જ શિવરંજની વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર બેફામ બન્યો. સિગ્નલ તોડીને આગળ નિકળી જવામાં સ્પીડ ઉપર કાબૂ ન રહ્યો. બસના ટાયર નીચે યુવતી કચડાઈ ગઈ હતી.  ખાનગી ટ્રાવેલ્સની બસના પ્રવેશબંધીના જાહેરનામાનો છેદ જ ઉડી ગયો હતો.  આટલા ભરચક વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ખાનગી બસ ન દેખાઈ? રાતના 11 થી સવારના 7 સુધી ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશ નથી. પોલીસે જ જે જાહેરનામું બહાર પાડ્યું તેની અમલવારી કેમ નથી થતી? શું પોલીસને એવું નથી લાગતું કે કાયદાનો અમલ થયો હોત તો 1 જિંદગી બચી હોત? કાયદાનો ભંગ થતો રહે અને આવી રીતે જિંદગીઓ કચડાતી રહે? તથ્યકાંડ જેવી ઘટના ઉપરથી પણ પોલીસે કોઈ બોધપાઠ લીધો નથી?

પોલીસે શું કાર્યવાહી કરી?

આરોપી ડ્રાઈવર ગંભીરસિંહ સિસોદીયાની ધરપકડ

પટેલ ટ્રાવેલ્સની બસ દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો

સવાલ એ છે કે ખાનગી બસચાલકો આવું દુ:સાહસ કેમ કરી શકે?

મૃતક યુવતીના પરિવારજનો શું કહે છે? 

અમારી દીકરીને ન્યાય મળે

અમે દીકરી ગુમાવી હવે અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી

આરોપી વિરુદ્ધ બેદરકારી અને હિટ એન્ડ રનનો કેસ દાખલ છે

આરોપી વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવે

આ ઘટનાને ઈરાદાપૂર્વકની હત્યા તરીકે જોવામાં આવે

કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post