છેંતરપિંડી / સરકારી નોકરીની ચિંતા ના કરો, હું સેટિંગ કરી આપીશ, ઉપર સુધી વગ છે...: નોકરીના નામે રોકડી કરતો વધુ એક ફેંકુચંદ




છેંતરપિંડી / સરકારી નોકરીની ચિંતા ના કરો, હું સેટિંગ કરી આપીશ, ઉપર સુધી વગ છે...: નોકરીના નામે રોકડી કરતો વધુ એક ફેંકુચંદ


સોશિયલ મીડિયા પર નોકરીની જાહેરાત કરી લોકોને ફસાવતા શખ્શ દ્વારા 10 લોકોને સરકારી નોકરી આપવાનાં બહાને લાખો રૂપિયા પડાવી રફુચક્કર થઈ ગયો હતો. આ બાબતે ઉઘનાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.


સુરતમાં સરકારી નોકરીની લાલચ આપી 10 લોકો સાથે છેંતરપીંડી

સોશિયલ મીડિયા પર નોકરીની જાહેરાત કરી લોકોને ફસાવતો

પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો


સુરત શહેરમાં આશરે દશેક જેટલા લોકો પાસેથી હોસ્પિટલમાં સરકારી નોકરી લગાવી આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપી ઉધના પોલીસના સકંજામાં ભેરવાયો. મૂળ અમરેલી નો રહેવાસી અને હાલ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવતો હાર્દિક આહલપરા instagram પર નોકરી ની જાહેરાત કરી લોકોને પોતાના ચંગુલમાં ફસાવતો હતો.


નોકરી આપવાની લોભામણી લાલચો આપતો

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ માં સરકારી નોકરી આપવાના બહાને આશરે ત્રણેક લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના ઉધના પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. ઉધના પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિક પોતે ડોક્ટર રાજીવ મહેતા નામની instagram આઈડી બનાવી લોકોને નોકરી આપવાની લોભામણી લાલચો આપતો હતો અને જ્યારે કોઈ તેનો સંપર્ક કરે. ત્યારે તે પોતાનું નામ રાજીવ જણાવી અને લોકોને કહેતો હતો કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના પી. એ. હાર્દિક મારો ભાઈ છે અને આરોગ્ય ખાતામાં ક્યાંક પણ નોકરી લગાડી દે છે. 


ઉઘનાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જેથી લોકો સરકારી નોકરીની લાલચમાં આવી હાર્દિકને લાખો રૂપિયા આપી દેતા હતા. ત્યાર બાદ જ્યારે ફરિયાદીઓને ખબર પડી કે આ એમની સાથે ઠગાઈ કરી રહ્યો છે. તો તે તમામ લોકોએ તાત્કાલિક ધોરણે ઉધના પોલીસ સ્ટેશન પહોંચી આ તમામ બનાવની હકીકત જણાવી હતી. ઉધના પોલીસે પણ આ ઘટનાને ગંભીર ગણી વધુ લોકો આનો ભોગના બને તેથી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ખાનગી રીતે તેમને માહિતી મળી હતી કે આ આરોપી હાલ અમરોલી વિસ્તારમાં એક મોબાઈલની દુકાનમાં છે.


પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

તેથી ઉધના પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો ઉધના પોલીસે વધુ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે ડોક્ટર રાજીવ મહેતા નામની ફેક આઈડી ચલાવનાર આ વ્યક્તિનું અસલી નામ હાર્દિક આહલપરા છે. આ આરોપી નો ઇતિહાસ તપાસતા એવું જાણવા મળ્યું હતું કે આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયા છે જેમાં રાજકોટના સાઇબર ક્રાઇમ અને ખેડા જિલ્લામાં વિવિધ કાયદાઓ હેઠળ હાર્દિકની ધરપકડ પણ કરવામાં આવી છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post