સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમની બેદરકારીથી કેનાલોમાં ગાબડાં પડવાં શરૂ મઢુત્રા અને ડાભી ઉનરોટ પાસે કેનાલમાં ગાબડાં પડતાં પાણી વાવેતર કરેલા ખેતરોમાં ફરી વળ્યા

 સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમની બેદરકારીથી કેનાલોમાં ગાબડાં પડવાં શરૂ મઢુત્રા અને ડાભી ઉનરોટ પાસે કેનાલમાં ગાબડાં પડતાં પાણી વાવેતર કરેલા ખેતરોમાં ફરી વળ્યા


કેનાલ મેન્ટેનન્સ , સમારકામ કરતાં કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવા જનમત


 વારાહી સામે આવી હતી . કચ્છના રણને અડીને આવેલા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો રવિ પાક પર નિર્ભર છે ત્યારે રવિ સીઝનની શરૂઆતમાં કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે . શિયાળાની શરૂઆત પહેલા કેનાલો નું મેન્ટેનન્સ તેમજ રીપેરીંગ કામ નર્મદા નિગમની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે . પરંતુ સિઝન ટાણે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી છોડવામાં આવે ત્યારે જ કેનાલોમાં ગાબડા પડતાં કેનાલની કામગીરી સામે સવાલો ઊભા થાય છે .


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા રવિ સિઝનની ખેતીની શરૂઆત કરવામાં આવી છે . પણ ખેતીની શરૂઆતમાં જ નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે તાલુકામાં એક જ દિવસે બે સ્થળે માયનોર કેનાલમાં ગાબડાં પડતાં કેનાલના પાણી જીરાના વાવેતર વાળા ખેતરોમાં ફરી વળ્યા હતા . ગાબડાને લઇ કેનાલ રિપેરીંગ અને મેન્ટેનન્સનું કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી .


સાંતલપુર તાલુકામાં મઢુત્રા પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં સાત ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા . જ્યારે તાલુકાનાં ડાભીનરોટ પાસેથી પસાર થતી જારુસા માઇનોર કેનાલમાં પણ પાંચ ફૂટ જેટલું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરમાં પાણી ઘૂસી જતાં બંન્ને જગ્યાએ ખેતરો તળાવમાં ફેરવાયા હતાં . એક જ દિવસમાં બે માઇનોર કેનાલમાં પાંચ અને સાત ફૂટના ગાબડા પડતા નર્મદા નિગમની ઘોર બેદરકારી


patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post