ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે
બોલાચાલી : રાધનપુરમાં ભાજપના
સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે
શાબ્દિક ટપાટપી થઈ , અન્ય નેતાઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો પાટણ 13 મિનિટ પહેલાં
નવા વર્ષમાં રાધનપુર ભાજપ દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો . ધારાસભ્ય અને ભાજપના
નવા વર્ષમાં રાધનપુર ભાજપ દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી
સ્નેહમિલન કાર્યક્રમમાં જ બોલાચાલી થઈ
નવા વર્ષ નિમિતે રાધનપુર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું . જેમાં બેસવા મુદ્દે પૂર્વ તાલુકા સદસ્ય જયંતીજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી .
અન્ય નેતાઓએ બંનેને શાંત પાડ્યા
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જ લવિંગજી અને જયંતીજી વચ્ચે બોલાચાલી થતા ઉપસ્થિત અન્ય આગેવાનો ચોંકી ઉઠ્યા હતા . બોલાચાલી વધુ ઉગ્ર બને તે પહેલા જ અન્ય નેતાઓએ મધ્યસ્થી કરી બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો .
આ બાબતે લવીંગજી ઠાકોરે જણાવ્યું હતું કે , કોઈ માથાકૂટ થઈ નથી.કાર્યક્રમ બાદ સર્કિટ હાઉસમાં મહેમાનો માટે જમણવાર હતો ત્યારે તેમને મહેમાનો બાદ જમવાનું કહેતા તે ઉશ્કેરાયા હતા .
અન્ય સમાચારો પણ છે ...