બનાસકાંઠા : જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રૂ. 10, 000ની લાંચ લેતા ઝડપાયા


બનાસકાંઠા : જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રૂ. 10, 000ની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક 10,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાયા છે. બીજી તરફ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચીયો અધિકારી ઝડપાયો છે. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈને એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.જિલ્લા કક્ષાની ભરતીમાં આચાર્ય તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ પાસેથી 40 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રૂપિયા 20 હજાર આપવાના નકકી કર્યા હતા. જે પૈકી 10 હજાર આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધા હતા. જેના પગલે બાકીના 10,000 રૂપિયા માટે ફરિયાદી પાસે માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી 10 હજાર આપવા માંગતા નહોતા. પરિણામે ફરિયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.ફરીયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ છટકું ગોઠવી બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ રૂપિયા 10 હજાર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post