સુરત/ પાપડી ખાધા બાદ 6 વર્ષનું માસૂમ બાળક થયું બેભાન, સારવાર મળે તે પહેલા થયું મોત


સુરત/ પાપડી ખાધા બાદ 6 વર્ષનું માસૂમ બાળક થયું બેભાન, સારવાર મળે તે પહેલા થયું મોત

સુરતના ઉધનાના આવાસમાં એક 6 વર્ષનું બાળક પાપડી ખાધા બાદ બેભાન થઈ ગયું હતું. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયું હતું.પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે અગાઉ જ તેનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. પરિવારે કહ્યું કે, ઘટના આજે સવારની છે. બે સંતાનોમાં નાનો પુત્ર હતો. કોઈ બીમારી ન હતી. બસ પાપડી ખાધી અને બેભાન થઈ ગયો, સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.
આ પણ વાંચોઃ સુરત/ શહેરને શુદ્ધ રાખવા માટે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે પ્રયાસ, ડોમેસ્ટિક વેસ્ટ વોટર રિસાયકલ માટે થઈ ચર્ચાપરિવારે વધુમાં કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના છે. મૃતક બાળકના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. બે સંતાનોમાં મોટી દીકરી બાદ એકનો એક પુત્ર હતો. માસૂમ કુલદીપનું રહસ્યમય મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.કુલદીપ રમતા રમતા પડી જતા રડતું હતું. માતા તેને ખોળામાં ઉપાડી ચોથા માળેથી પાપડીનું પેકેટ અપાવવા નીચે ઉતર્યા હતા. જોકે પાપડી ખાતા ખાતા ચોથા માળે રૂમમાં જતા જ કુલદીપ બેભાન થઈ ગયો હતો. 108ની મદદથી કુલદીપને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. હાલ પોલીસ જાણ કરાઈ છે.મેડિકલ ઓફિસર રાજેન્દ્ર સોલંકીએ કહ્યું કે, પરિવાર પાપડી ખાતા ખાતા આવું થઈ ગયું હોવાની વાત કરી રહ્યું છે. જો શ્વાસ રૂંધાય જાય તો બાળકના નખનો કલર બદલાય જાય છે. નાકમાંથી પાણી પડવા લાગે છે. જોકે આવું કશું પણ તબીબી તપાસમાં સામે આવ્યું નથી. જોકે પોસ્ટ મોર્ટમમાં સ્પષ્ટ કારણ આવી શકે છે. હાલ પોલીસને જાણ કરાઈ છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post