ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વારાહી દ્વારા આજ રોજ સાંતલપુર તાલુકાના ખેડૂત ભાઈઓ,વેપારી બંધુઓ, હમાલ, તોલાટમિત્રો અને બજાર સમિતિ સાથે સંકળાયેલા તમામ મિત્રો કુલ મળી 1,00,000/- વ્યક્તિઓનો અકસ્માત


 ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વારાહી દ્વારા આજ રોજ સાંતલપુર તાલુકાના ખેડૂત ભાઈઓ,વેપારી બંધુઓ, હમાલ, તોલાટમિત્રો અને બજાર સમિતિ સાથે સંકળાયેલા તમામ મિત્રો કુલ મળી 1,00,000/- વ્યક્તિઓનો અકસ્માત વીમા પોલિસીની આજથી આપણાં માન.ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી સાહેબના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે ચેરમેનશ્રી ભેમાભાઈ એમ. ચૌધરી,વા. ચેરમેનશ્રી અરજણભાઇ ડી.આયર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીઓ હાજર રહેલ.માર્કેટ યાર્ડની સ્થાપના પછી સૌ પ્રથમ વખત અક્સ્માત વીમા પોલિસી ની શરૂઆત કરવામાં આવી છે.માન.પ્રધાનમંત્રીશ્રીના સહકાર થી સમૃદ્ધિ  થકી વિસ્તારના ખેડૂત મિત્રો તેમજ યાર્ડનાં વેપારી ભાઈઓની ભવિષ્યની ચિંતા કરી અક્સ્માત મૃત્યુ થાય તો રૂ.1,00,000/- અંકે રૂપિયા એક લાખ પુરા. તેમજ અક્સ્માતમાં કાયમી અપંગતાનાં કિસ્સામાં રૂ.50,000/- પુરા. ની સહાય આપવામાં આવશે.

માર્કેટ યાર્ડ દ્વારા વિસ્તારના ખેડૂત મિત્રોને માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની પાયાની સગવડ મળી રહે. તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારી ભાઈઓના સહયોગ થકી માર્કેટ યાર્ડને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની દિશામાં સફળતા મળેલ

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post