કંઈક નવાજૂની થશે : વડા પ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક


  કંઈક નવાજૂની થશે : વડા પ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક

આવનારા સમયમાં ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ : સંગઠનમાં ખાલી પદો ભરાશે 

- સરકારનું વિસ્તરણ કરવામાં આવશે કે શું થશે તેણે લઈ ભાજપમાં તરેહ તરેહની ચર્ચાઓ ઊઠવા પામી

ગાંધીનગર, ગુરુવાર

  લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપ દ્વારા ઓપરેશન લોટ્‌સ શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં બે ધારાસભ્યોની વિકેટ પડી ચૂકી છે. હવે આગળના સમયમાં કોની વિકેટ પડશે તેણે લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભયની સાથે ફફડાટ જાેવા મળી રહ્યો છે. એક તરફ લોકસભાની ચૂંટણી તો બીજી તરફ જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે તો ત્રીજી તરફ ભાજપ સંગઠનમાં મહત્વના પદ ખાલી છે, બોર્ડ-નિગમોમાં નિમણૂકો ટલ્લે ચડી છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ પણ અટકળો ઊઠી રહી છે. ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે એ સૌ કોઈ જાણે છે ત્યારે દિલ્હીમાં ગત રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક મળી હતી અને તેમાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભવ્ય જીત બાદ ભાજપે હવે લોકસભાની ચૂંટણી ઉપર ફોક્સ કર્યું છે અને હવે ગુજરાતને લઈ પણ આગામી સમયમાં મોટા સમાચાર સામે આવી શકે છે. ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું હતું અને રાત્રે સાડા ત્રણ કલાક સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિક્રેટ બેઠક ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિ, વાઈબ્રન્ટ સમિટના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હોય શકે છે. આ સિવાય સંગઠનમાં મહામંત્રીના બે પદ ખાલી છે તો બોર્ડ નિગમોમાં પણ નિમણૂકો અટકી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં નિમણૂકો કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી સરકારનું વિસ્તરણ થશે તેવી અટકળો પણ સામે આવતી રહી છે અને હવે ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ છેલ્લા કેટલાય સમયથી અટકેલી નિમણૂકોની ફાઈલને લીલીઝંડી મળી શકે છે. સાડા ત્રણ કલાકની બેઠકમાં કંઈક તો મોટી ચર્ચા થઈ હોવાનું અનુમાન છે અને આગામી સમયમાં ભાજપમાં નવાજૂની થાય તો નવાઈ જેવું લાગશે નહી.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post