દ્વારકામાં આહીર સમાજ દ્વારા 37 હજાર મહિલાઓ રાસમાં જોડાઈ, આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી


દ્વારકામાં આહીર સમાજ દ્વારા 37 હજાર મહિલાઓ રાસમાં જોડાઈ, આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી

દ્વારકાનગરીમાં આહીરાણીઓ મહારાસ કરીને રમઝટ બોલાવી રહી 

- 37 હજાર આહીરાણીઓને ગરબે ઘૂમતી જોવા 2 લાખ લોકો આવ્યા

દ્વારકા, રવિવાર 

 દ્વારકાનગરીમાં આહીરાણીઓ મહારાસ કરીને રમઝટ બોલાવી રહી છે. જીહાં, કૃષ્ણનગર દ્વારકામાં આહીરાણી મહારાસનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત સહિત અલગ અલગ પ્રાંત અને વિદેશથી આવેલી 37 હજારથી વધુ આહીર સમાજની મહિલાઓ રાસ રમી રહી છે. 3 કલાકથી પણ વધુ સમય સુધી ચાલનારા આ મહારાસ માટે 500 એકર જગ્યામાં અને 5 કિલો મીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવાયુ છે. ત્યારે હાલ 37 હજારથી વધુ આહીરાણીઓ મૌનવ્રત ધારણ કરીને મહારાસ રમી રહી છે. આ રીતે આજે કૃષ્ણનગરીમાં ઈતિહાસ રચાયો. 37 હજાર આહીરાણીઓને ગરબે ઘૂમતી જોવા 2 લાખ લોકો આવ્યા. દ્વારકામાં આહીર સમાજે ઇતિહાસ રયાયો છે. 5000 વર્ષ પહેલાની પરંપરા ફરી જવંત થઈ છે. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી હતી.

શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાયો છે. અત્રે જણાવી દઈએ કે, 500 એકર જગ્યામાં મહારાસનું આયોજન કરાયું હતું. જ્યા 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસની રમઝટ બોલાવી છે. જ્યારે એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. જૂદા-જૂદા કાર્યક્રમોની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી. મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યમાં ઉપસ્થિતિ રહ્યાં હતા. બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ACC ગ્રાઉન્ડમાં 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો દ્વારા પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ મહારાસમાં રમઝટ બોલવી હતી. માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓ મહારાસમાં રમઝટ બોલાવી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો. જ્યાં 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતા.

આ 37000 આહિરાણીઓનો મહારાસનું ખાસ આયોજન સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી હતી. જે એક મહત્વનો રેકોર્ડ પણ સર્જાયો છે, સાથો સાથ ઈતિહાસ પણ રચાયો છે. ભવ્ય લોક ડાયરા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાસની શરૂઆત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિગતો મુજબ તા.23-24મી ડીસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને આ મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં હાલાર ઉપરાંત પ્રદેશના એટલે કે, રાજયના જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્યરાસ રમવા આવી પહોંચી હતી.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post