BANASKANTHA / હવે ડીસામાંથી પકડાયો નકલી PSI, નકલી ઓળખકાર્ડ બનાવી અનેક લોકોને છેતર્યા


BANASKANTHA / હવે ડીસામાંથી પકડાયો નકલી PSI, નકલી ઓળખકાર્ડ બનાવી અનેક લોકોને છેતર્યા


Banaskantha News રાજયમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી PSI ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ. કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર PSI તરીકેની પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો. જેથી પોલીસે તને શહેરમાંથી દબોચી લીધો છે.20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઇ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે.. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યુ છે કે તેણે પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સમાન લઈ જતો હતો. અશોક ચૌધરી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમ્યાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી ઠગાઇની વધુ હકીકતો પણ સામે આવશે.અગાઉ અમદાવાદમાં નકલી પોલીસ બનીને ફરતા પકડાયો હતો લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી PSI બની લોકો સાથે છેતરપિંડી હોવા ની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. અગાઉ અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાંથી પણ નકલી PSI બનીને ફરતા પકડાયો હતો. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post