પાટણ લોકસભાના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની મુશ્કેલી વધી, ચૂંટણી ખર્ચને લઇને નોટિસ ફટકારાઇ


 પાટણ લોકસભાના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની મુશ્કેલી વધી, ચૂંટણી ખર્ચને લઇને નોટિસ ફટકારાઇ

પાટણ લોકસભાના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની મુશ્કેલી વધી, ચૂંટણી ખર્ચને લઇને નોટિસ ફટકારાઇ

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં તમામ 25 બેઠકો પર 7મેએ મતદાન યોજાશે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ચૂંટણી ખર્ચને લઇને પાટણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે. ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવાનો હોય છે. 27 એપ્રિલ સુધી હિસાબો રજૂ કરવાના હતા. ભરતસિંહ ડાભીના ચૂંટણી ખર્ચની વિગતો હિસાબોમાં અધૂરી હતી. ચૂંટણી અધિકારીએ આવતીકાલ સુધીની મુદ્દત આપી છે.

50 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે ઉમેદવાર

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને 27 એપ્રિલ સુધી નિયત દિવસ સુધીના ખર્ચના હિસાબ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા રજૂ કરાયેલા હિસાબમાં અધૂરી વિગતો રજૂ કરવામાં આવતા 30 એપ્રિલ સુધી સંપૂર્ણ હિસાબ રજૂ કરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર 50 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે.

ભરતસિંહ ડાભીની કેટલી છે સંપત્તિ

પાટણમાં લોકસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા ભરતસિંહ ડાભીએ એફિડેવિટ રજૂ કરી હતી. આ એફિડેવિટ અનુસાર ભરતસિંહ ડાભીની પાંચ વર્ષમાં 32 લાખ જંગમ અને 1.87 કરોડ સ્થાવર મિલકતમાં વધારો થયો છે.

પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાસે 83.60 લાખ અને સ્થાવર મિલકત 3.73 કરોડ બતાવી હતી. 

પાટણ બેઠક પર ઠાકોર Vs ઠાકોરનો જંગ

પાટણ બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને ફરી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે.

2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહ ડાભીનો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે વિજય થયો હતો. ભરતસિંહ ડાભીને 56.24 ટકા અને જગદીશ ઠાકોરને 39.02 ટકા વોટ મળ્યા હતા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post