ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

Ahmedabadગુજરાતટોપ સ્ટોરી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જેના પગલે તેને હાઈકોર્ટમાંથી પણ ઝટકો મળ્યો છે.

તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખી જામીન આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તથ્ય વારંવાર અક્સ્માત સર્જ્યો હોવાથી જામીન ન આપવા સરકારી વકીલે દલીલ કરી હતી. હાઇકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે.

નોંધનીય છે કે, 10 ઓગસ્ટની રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post