ચૈતર વસાવાનો હૂંકાર : રસ્તા ઉપર ઉતરીશું તો સરકારને ભારે પડશે, અમને શાંતિથી રહેવા દો


ચૈતર વસાવાનો હૂંકાર : રસ્તા ઉપર ઉતરીશું તો સરકારને ભારે પડશે, અમને શાંતિથી રહેવા દો


ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ ઉમટી પડ્યા

- મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો ઊમટી પડતાં પોલીસમાં દોડધામ


ગાંધીનગર, ગુરુવાર

  વનકર્મીને માર મારવાના કેસમાં છેલ્લા સવા મહિનાથી નર્મદાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા અને આજે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. છેલ્લા સવા મહિનાથી આ મામલો ગરમાયો હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભાજપ સામે કિન્નાખોરીનો આક્ષેપ કરતા હતા. અગાઉ ચૈતર વસાવાએ આગોતરા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી પણ અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે કોઈ રસ્તો ન બચતાં આખરે તેઓ આજે પોલીસ સમક્ષ હાજર હતા અને બાદમાં કહ્યું હતું કે, મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી છે, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.


વનકર્મીને માર મારવા ઉપરાંત ફાયરિંગ કરવા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં તેઓ એક મહિનો અને ૯ દિવસથી ફરાર થઈ ગયા હતા. આજે તેઓ હાજર થતાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડેડીયાપાડા જતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટના શરણે ગયા હતા પણ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, ધારાસભ્યને વન અધિકારીઓને ઘરે બોલાવવાનો અધિકાર કોણે આપ્યો તેની આકરી ટકોર કરી હતી. છેલ્લા સવા મહિનાથી તેઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા અને હવે કોઈ કાનૂની વિકલ્પ ન બચતાં પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ધારાસભ્ય ઉપર વન કર્મીને ધમકાવીને બોલાવવામાં આવ્યો હોવાનો અને ગોળીબાર કરીને રૂા.૬૦ હજાર પડાવી લેવાનો પણ આરોપ છે.


ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ચૈતર વસાવા હાજર થતાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ ઉમટી પડ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, મારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો હતો, મારી પત્નીને પણ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. હવે અમારી ધીરજની હદ આવી ગઈ છે, અમે આદિવાસી છીએ અને રસ્તા ઉપર ઉતરીશું તો સરકાર અને સિસ્ટમને ભારે પડી જશે. અમે સરકાર અને પોલીસને કહેવા માગીએ છીએ કે, અમે આદિવાસી શાંત છીએ અને શાંતિથી રહેવા દો.


Patan live news GJ 24

Govabhai p ahir  

Post a Comment

Previous Post Next Post