નિવેદન / અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી અને ભાડા કરાર હતો, પણ...: મોરબીમાં ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામ પ્રમુખે જુઓ શું કહ્યું
મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું કે, ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે.
મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટૃ
નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી કરાશે હિસાબોની તપાસ
પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું: જયરામ પટેલ
મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો: જયરામ પટેલ
મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે, ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 મહિનામાં નોટિસ આપીને ભાડા કરાર રદ કરવા નોટિસ આપી હતી તેમજ અમરશી ભાઈની વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી. ફેક્ટરી માલિક અમરશી પટેલના પિતા છે
તપાસનો ધમઘમાટ
ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે