પાટણના અઘાર ગામે પટેલ પરિવાર રમેશભાઈ બબલદાસ ના ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે સનાતન ધર્મમાં ગૌમાતા નું જે મહત્વ છે તેને ઉજાગર કરતો એક ઉદાહરણરૂપ પ્રસંગ બન્યો દીકરીના લગ્નમાં હરિઓમ ગૌશાળાના કપિલા ગૌ માતાને હાજર રાખવામાં આવ્યા તેમજ તેમનું પૂજન અર્ચન કરી પૂ. પૂ મહા મન્ડલેશ્વર 1008 પીઠાધીશ નાના રાતડીયા (કચ્છ )ના શ્રી શ્રી કલ્યાણાનંદ ગીરીજી મહારાજ ની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડવામાં આવ્યા. આ એક ઉદાહરણરૂપ સમાજને રાહ ચિંધનાર પ્રસંગ કહેવાય. દીકરી જ્યોતિ બેન એ પ્રભુતામાં પગલાં માંડતા પૂર્વે 101000/ ગૌ માતા ના ચરણોમાં શ્રી હરિૐ ગૌ શાળા માં અર્પણ કર્યું પછીજ લગ્ન મંડપ માં પ્રવેશ કરી નવો રાહ ચીંધી છે ગૌ માતા તેમને સદાયે સુખી રાખે તેવા દંપતી ને આશીર્વાદ
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
लोकल