માલધારીઓના ઢોરવાડા બહાર જ અચોક્કસ મુદતનાં ધરણા, ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે આવ્યા કોંગી નેતા


 માલધારીઓના ઢોરવાડા બહાર જ અચોક્કસ મુદતનાં ધરણા, ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે આવ્યા કોંગી નેતા

અમદાવાદમાં માલધારીઓ અચોક્કસ મુદતનાં ધરણાં પર

ઢોરવાડામાં પશુઓ મૃત્યુ પામ્યા હોવાનો આરોપ

ગૌચર જમીન સહિતની વ્યવસ્થા ના હોવાનો આક્ષેપ

હાલમાં જ ગ્યાસપુર પાસે પશુઓનાં મળ્યા હતા મૃતદેહ

દાણીલીમડા ઢોરવાડામાં 30 ગાયોનાં મોત થતાં વિરોધ

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવાતા માલધારીઓમાં રોષ


અમદાવાદમાં ઢોરવાડામાં પશુઓ મોતનેલઈને માલધારીઓ અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા છે.ગ્યાસપુર પાસે પશુઓ મૃતદેહ મળ્યા હતા. દાણીલીમડાના ઢોરવાડામાં પણ 30 ગાયોના મોત થતા માલધારીઓએ વિરોધ દર્શાવ્યો છે.અને ગઈકાલે રાતથી માલધારીઓ દાણીલીમડાના ઢોરવાડા ખાતે ધરણાં પર છે.આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહી  લેતા હોવાનો પણ માલધારીઓએ આક્ષેપ લગાવી રોષ ઠાલવ્યો હતો.

ઢોરવાડામાં ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે હવે કોંગ્રેસ જોડાયું છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજશ્રી કેસરી, ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ આલમ શેખ, કામિની ઝા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા. તેઓએ માલધારી સમાજની રજૂઆતને સાંભળી હતી.અગાઉ પોસ્ટમોટર્મ કરાતા ૨૫ કિલો પ્લાસ્ટીક મટિરીયલ મળી આવ્યુ હતુડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ, માલધારી સમાજ તરફથી ગાયોની સંભાળ લેવામાં આવતી નહીં હોવાના આક્ષેપ બિલકુલ ખોટા છે.મ્યુનિ.ના તમામ ઢોરડબામાં પકડવામાં આવેલા ગાય સહિતના પશુઓની તબીબી તપાસ માટે વેટરનરી ડોકટરોની ટીમને પણ શિફટ વાઈસ જવાબદારી સોંપવામાં આવી છે.અગાઉ મૃત ગાયનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ૨૫ કિલોગ્રામ પ્લાસ્ટીક મટીરીયલ મળી આવ્યુ હતુ.એક પશુ-પક્ષીના મૃતદેહના નિકાલ માટે માત્ર રુપિયા ૧૩.૭૭ ચુકવાય છેઅમદાવાદમાં મૃત્યુ પામતા તમામ મૃતપશુઓનો ગ્યાસપુર ખાતે આવેલી સાઈટ ઉપર મ્યુનિ.તંત્ર દ્વારા નિકાલ કરવા માટે શ્રમજીવી ચર્મ ઉદ્યોગ સહકારી મંડળી લી.ને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.માહિતી અધિકાર એકટ-૨૦૦૫ અંતર્ગત એજાજખાન એચ પઠાણે માંગેલી માહિતીમાં  એક પશુ-પક્ષીના મૃતદેહના નિકાલ માટે એજન્સીને માત્ર રુપિયા ૧૩.૭૭ ચુકવાતા હોવાનો મ્યુનિ.તંત્ર તરફથી સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે.સંસ્થાના કર્મચારીઓને કાર્કસ ડેપો ખાતે મૃતપશુઓને ખાડો કરી દાટવા સાથે મીઠુ અને જંતુનાશક દવા પણ નાંખવાની હોય છે.શહેરમાં મૃતપશુઓના નિકાલ માટે દર મહિને ૬૦ હજાર રુપિયા ચુકવવામાં આવે છે.આ વર્ષે ૧૬ જુલાઈથી ૧૫ ઓગસ્ટ સુધીના સમયમાં કુલ ૪૩૫૬ મૃતપશુઓનો નિકાલ કાર્કસ ડેપો ખાતે કરવામાં આવ્યો હતો.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post