સચિવાલયમાં નોકરી કરતા સરકાર બાબુઓ ચેતી જજો ! ગૃહ વિભાગમા ગૃહ રાજ્યમંત્રીની રેડ
- હર્ષ સંઘવીએ આજે ઓચિંતિ પોતાના વિભાગની મુલાકાત લીધી તો સામે આવી લાલિયાવાડી
- લેટ લતીફ અને લહેરીલાલા બાબુઓ પર તવાઈ બોલાવવામાં આવી
ગાંધીનગર, સોમવાર
સચિવાલયમાં પણ ઘણાં કર્મચારીઓ અને સરકારી બાબુઓ લહેરીલાલાની જેમ કામ કરતા હોય છે. લેટ આવતા હોય છે અને પોતાની મનમરજી મુજબ સરકારી કામ કરતા હોય છે. ગમે ત્યારે આવવાનું અને ગમે ત્યારે પોતાની ખુરશી છોડીને જતું રહેવે એ સરકારી બાબુઓ માટે નવી વાત નથી. જોકે, આજે ઓફિસમાં લેટ લતીફ થઈને આવવું આ અધિકારીઓ અને સરકારી બાબુઓને મોંઘુ પડ્યું. કારણકે, તેમના પહેલાં તેમની ઓફિસમાં તેમની રાહ જોઈ રહ્યાં હતા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી.
ગૃહ વિભાગમાં લહેરીલાલા બનીને આવતા બાબુઓને આજે વારો પડી ગયો. કારણકે, આજે તેમની રાહ જોઈને પહેલાંથી જ તેમની ઓફિસમાં પહોંચી ગયા હતા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી. હર્ષ સંઘવીએ આજે ઓચિંતિ પોતાના વિભાગની મુલાકાત લીધી તો સામે આવી લાલિયાવાડી. કચેરીમાં બાબુઓ હાજર નહોંતા અને મંત્રી સાહેબ ત્યાં જઈને બેઠાં તો જોવા મળ્યો ત્યાંનો નજારો.
ગૃહ વિભાગમા ગૃહ રાજ્યમંત્રીએ રેડ પાડી હતી. લેટ લતીફ અને લહેરીલાલા બાબુઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોચ્યા હતા. સમય અને સ્વચ્છતા બાબતે મંત્રીજીએ વિભાગની ઓચિંતા જ મુલાકાત લીધી. સંઘવી અચાનક જ પોતાના વિભાગમાં પહોંચ્યા તો સામે આવ્યું ચોંકાવનારું દ્રશ્ય. ઓફિસ ખુલવાના સમયે વિભાગની કચેરી બહાર જ ઉભા રહી ગયા. ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે મુલાકાત કરી. અધિકારીની ચેંબરમા બેસવાના બદલે લોંબીમા જ ખુરશી લગાવી મંત્રીએ. કોઈ પણ ટકોર કરાવાના બદલે સમય પાલન અને સ્વચ્છતા કરવા સુચન આપ્યું હતું.