ખેડૂતની નજર સામે જીરાના પાક પર બુલડોઝર ફેરવ્યું! ચાલુ સિઝનમાં નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખાખરેચીમાં ખેડૂતોને રોવાનો વારો



 ખેડૂતની નજર સામે જીરાના પાક પર બુલડોઝર ફેરવ્યું! ચાલુ સિઝનમાં નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખાખરેચીમાં ખેડૂતોને રોવાનો વારો


મોરબીના માળીયામાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે, જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં નર્મદા વિભાગે કામગીરી આંરભી દેતા ખેડૂતોમાં રોષ


મોરબીમાં નર્મદા વિભાગની કામગીરી સામે ખેડૂતોમાં રોષ

જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં કામગીરી આંરભી

12 વર્ષ બાદ સંપાદન કરેલા ખેતરમાં કામગીરી


મોરબીના માળીયા તાલુકાના ખાખરેચીમાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરાર થઈ છે. નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 12 વર્ષ બાદ સંપાદન કરેલી જમીન ઉપર નર્મદા વિભાગે કામગીરી શરૂ કરી છે. જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં JCB ફેરવતો વીડિયો વાયરલ થયો છે.


મોરબીના માળીયામાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીને જણાવી રહ્યાં છે કે, તમે 12 વર્ષ પછી જમીન સંપાદન કરવા માટે આવ્યા છે માટે તમારે ખેડૂતને જાણ કરવી જરૂરી છે તેમ કોઈ પણ જાણ વગર અહીં આવ્યા છે. જીરૂના પાકનુ વાવેતર કર્યુ હોવાથી બે મહિના બાદ કામગીરી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.


ખેડૂતોમાં રોષ

નર્મદા વિભાગનો અધિકારી જણાવી રહ્યો છે કે, અમે ગ્રામ પંચાયતને જાણ કરી છે, અમારે ખેતરે ખેતર જાણકરવાની ન હોય જ્યારે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, તમારે જમીન સંપાદન ખેતરની કરવાની હોય તો જાણ ખેડૂતને જ કરવાની હોય છે. ઉભા પાકમાં બૂલડોઝર ફેરવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post