રાધનપુરના મેમદાવાદમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઇકરી


રાધનપુરના મેમદાવાદમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઇકરી


રાધનપુર | રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે આવેલી માઇનોર કેનાલની નર્મદા નિગમ દ્વારા સાફ - સફાઈ કરવામાં ના આવતાં અને પાણી છોડવામાં ના આવતા ખેડૂતો આકરા પાણીએ થયાં હતાં.ગામના ખેડૂતોએ એકઠા મળીને જાતે કેનાલની સફાઈ હાથ ધરી હતી . ગામના ખેડૂત રાજેશભાઈ બાબુભાઇના જણાવ્યા મુજબ શેરગંજથી મેમદાવાદ આવતી નર્મદા યોજનાની કેનાલમાં પાણી છોડવામાં તો આવ્યું નથી , પણ કેનાલ સાફ કરવામાં આવી નથી . કેનાલમાં કચરો ભર્યો છે , કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આવે છે , પરંતુ ફોટા પાડીને પાછા જાય છે.કેનાલની સફાઈ ખેડૂતો જાતે કરી રહ્યા છે.અન્ય ખેડૂત કાનજીભાઈ ધુડાભાઈ મકવાણાના જણાવ્યા મુજબ અમારા ખેતરોમાં કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરી નથી.અમારે ઘઉં કે પશુઓ માટે ઘાસચારો સિંચવો હોય તો સિંચાતો નથી . તાત્કાલિક આ કેનાલ સાફ કરાવીને પાણી છોડવામાં આવે એવી માંગ છે .


patan live news GJ 24

govabhai p ahir

Post a Comment

Previous Post Next Post