કેશોદ : મેસવાણમાં તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ આચરનાર ભૂવા સહિત પાંચની ધરપકડ


કેશોદ : મેસવાણમાં તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ આચરનાર ભૂવા સહિત પાંચની ધરપકડ


કેશોદના મેસવાણ ગામે તાંત્રિક વિધીના નામે રૂપિયાની લાલચ આપી ભૂવા દ્વારા મહિલા પર આચરવામાં આવેલા દુષ્કર્મના મામલે પોલીસે ભુવાજી સહિત પાંચની ધરપકડ કરી છે. પીડિત મહિલાની ફરિયાદ બાદ ભૂવા અને તેના સાગરિતોનો ભાંડો ફૂટ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં તાંત્રિક વિધીના નામે રૂપિયાની લાલચ આપી કેટરર્સનું કામ કરતી મહિલા પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી હતી. મેસવાણ ગામની એક મહિલાને પૈસાની જરૂર હોવાથી તે ભૂવાની વાતમાં આવી હતી.આકાશમાંથી પૈસા વરસશે તેવી લાલચ આપતાં મહિલા ભૂવાની વાતમાં ભોળાઈ ગઈ હતી. પરિણામે મહિલાને તાંત્રિક વિધિના બહારને વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ભૂવા તથા તેના સાગરિતોએ વારા ફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે તપાસનીશ અધિકારી ડીવાયએસપી એ.એસ. પટ્ટણીએ જણાવ્યું હતું કે, આ ટોળકીએ અન્ય કોઈની સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનનાર યુવતીએ કરેલી ફરિયાદના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post