સાંતલપુરના કલ્યાણપુરમાં ૪૭ હેક્ટરમાં પાણી ભરાવાનો મામલો ભારતમાલા રોડ પર નાળા ન મુકાતા કફોડી હાલત

 સાંતલપુરના કલ્યાણપુરમાં ૪૭ હેક્ટરમાં પાણી ભરાવાનો મામલો

ભારતમાલા રોડ પર નાળા ન મુકાતા કફોડી હાલત

| સાંતલપુર તાલુકાના કલ્યાણપુર નજીક નર્મદા કેનાલ અને ભારતમાલા રોડ નજીકની ૪૭ હેક્ટર જમીનમાં પાણી ભરાતા અને પાણીનો નિકાલ નહિ થતા ખેડૂતો વિમાસણમાં મુકાય હતા પરિસ્થિતિને જોતા ધારાસભ્ય તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા પાણી નિકાલ માટે સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી તેમજ ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી . તંત્રના નર્મદા વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દોષનો ટોપલો એકબીજા પર ઢોળ્યો હતો . જ્યારે ગત દિવસે મળેલી સંકલન સમિતીની બેઠકમાં નર્મદા વિભાગ દ્વારા પાણીના ભરાવા માટે  ભારતમાલા રોડમાં પાણી નિકાલ માટે યોગ્ય જગ્યાઓ પર નાળાઓ નહીં મુકવાને કારણે પાણી ભરાતું હોવાનું અને પાણી ખેતરોમાં ભરાવા માટે ભારતમાલા રોડને જવાબદાર ઠેરવ્યું હતું અને જો તાત્કાલિકઆ પાણીની નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં પણ આ સમસ્યા યથાવત રહેવાની ચિંતા ઉચ્ચારી હતી . સમગ્ર પરિસ્થિતિ અને ખેડૂતોની સમસ્યાનો જોઈને ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા માર્ગ પરિવહનમંત્રી નિતિન ગડકરીને ભારતમાલા રોડ પર નાળું મુકવા માટે રજૂઆત કરતો પત્ર લખ્યો અને ખેડૂતોના ખેતરોમાં ભરાતા પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post